આઝાદી કા અમૃત મહોત્સવ:જામનગરમાં નવરાત્રિ રાસ ગરબા સ્પર્ધા 350 કલાકારો જોડાયા: પરિણામ જાહેર

જામનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લાના 40 દિવ્યાંગોએ ભાગ લીધો
  • ​​​​​​​​​​​​​​પ્રાચીન ગરબામાં ધ્રોલની ઉમિયાજી મહિલા કોલેજ અવ્વલ ક્રમે

શહેર-જિલ્લાકક્ષાની રાસ ગરબા હરિફાઈ યોજાઈ હતી. જેમાં સમારોહમાં 350 કલાકારોએ ભાગ લીધો હતો. રાસ ગરબા હરિફાઈ અંતર્ગત વિવિધ ગ્રુપ દ્વારા પ્રાચીન-અર્વાચીન રાસગરબા રજુ કરવામાં આવ્યા હતા. જ્યારે જિલ્લાના 40થી વધુ દિવ્યાંગોએ ભાગ લીધો હતો. આ સમારોહમાં સ્ટે. ચેરમેન મનીષ કટારિયા, જિ.પં. પ્રમુખ ધરમશી ચનિયારા દ્વારા પ્રાસંંગિક વકતવ્ય અપાયા હતા. DDO મિહિર પટેલ, DMC વસ્તાણી, પ્રાંત અધિકારી (શહેર) આસ્થા ડાંગર, નહેરુ યુવા કેન્દ્રના સંયોજક શિખર રસ્તોગી, શહેરના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

નવરાત્રિ રાસ-ગરબા સ્પર્ધાનું પરિણામ જાહેર
જામનગર ગ્રામ્ય(જીલ્લા કક્ષા) પ્રાચીન ગરબાની સ્પર્ધામાં પ્રથમ ક્રમે ઉમિયાજી મહિલા કોલેજ - ધ્રોલ, દ્રિતીય ક્રમે જી.એમ પટેલ કન્યા વિદ્યાલય - ધ્રોલ આવેલ છે. રાસ સ્પર્ધા પ્રથમ ક્રમે આશાપુરા ગરબી મંડળ - જામજોધપુર, દ્રિતીય આશાપુરા યુવક મંડળ - જામજોધપુર અને તૃતીય ક્રમે ચામુંડા રાસ મંડળ - લતીપુર આવેલ છે. જામનગર શહેરકક્ષા પ્રાચીન ગરબા સ્પર્ધામાં પ્રથમ ક્રમે શ્રી કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ - જામનગર, દ્રિતીય ક્રમે જયશ્રી ખોડીયાર ગરબી મંડળ અને તૃતીય ક્રમે આઈ સોનલ નવરાત્રી ઉત્સવ સમિતિ - જામનગર આવેલ છે.

અર્વાચીન ગરબાની સ્પર્ધા પ્રથમ ક્રમે કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ - જામનગર દ્રિતીય દીપ ગ્રુપ - જામનગર અને તૃતીય ક્રમે આશા ગ્રુપ - જામનગર આવેલ છે. રાસની સ્પર્ધા પ્રથમ ક્રમે રાજ્શક્તિ રાસ મંડળ જામનગર, દ્રિતીય ક્રમે ચારણ રાસ મંડળ જામનગર અને તૃતીય ક્રમે આદ્યશક્તિ રાસ મંડળ આવેલ છે.

અન્ય સમાચારો પણ છે...