પગલા:જામનગરમાં જાહેર માર્ગ પરથી 35 રેંકડી-કેબીનો દૂર કરાઇ, મનપાની કાર્યવાહી

જામનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહાકાળી સર્કલથી એરફોર્સ ગેઇટ માર્ગ પર એસ્ટેટ શાખા ત્રાટકી

જામનગર શહેરમાં મહાકાળી સર્કલથી એરફોર્સ ગેઇટ માર્ગ પર મહાનગપાલિકાની એસ્ટેટ શાખાએ 35 રેંકડી અને કેબીનો દૂર કરી હતી. જે પૈકી ત્રણ રેંકડી કબ્જે કરી હતી. આગામી દિવસોમાં સંભવત: સંસદીય સમિતિ શહેરની મુલાકાતે આવવાની હોય તેના પગલે મહાનગરપાલિકા દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. જામનગરમાં દિગ્જામ મીલ તરફના મહાકાળી સર્કલથી એરફોર્સ તરફના માર્ગ ઉપર જાહેર રસ્તા ઉપર ઊભી રાખવામાં આવેલી રેંકડી-કેબીનને દૂર કરવા મંગળવારે સવારે મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાએ કાર્યવાહી હાથ ધરી હતી.

જે અંતર્ગત એસ્ટેટ શાખાની ટૂકડીએ 35 રેંકડી અને કેબીન દૂર કરી ત્રણેક રેંકડી કબજે કરી હતી. રેંકડી-કેબીનો દૂર ખસેડી માર્ગ ખુલ્લો કરાવ્યો હતો. અતરંગ સૂત્રોના જણાવ્યાનુસાર આગામી દિવસોમાં સંસદીય સમિતિ જામનગર આવનાર છે અને આ સમિતિ દિગ્જામ-એરફોર્સ માર્ગેથી જ પસાર થનાર હોવાથી શહેરને રૂપકડું દેખાડવાના પ્રયાસ રૂપે રેંકડી-કેબિનો તંત્ર દ્વારા દૂર કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...