તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જુગારધારા હેઠળ કાર્યવાહી:જામનગરમાં 35 જુગારી 88,380 સાથે ઝબ્બે

જામનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શહેરના ચાર વિસ્તારોમાં દરોડો પાડી મુદ્દામાલ સાથે પકડી પાડ્યા

જામનગર શહેરના દિગ્જામ સર્કલ, ગોકુલનગર, વિશ્રામ વાડી, ધરારનગર-2માં પોલીસે જુગારના દરોડા પાડી પુરૂષો તથા મહિલાઓને પકડી પાડી જુગારધારા મુજબ ગુનો દાખલ કરી તમામની અટક કરી છે.

શહેરના દિગ્જામ સર્કલ પાસે ગણપતી નગર હનુમાન ડેરીની બાજુમાં જાહેરમાં જુગાર રમી રહેલા વિજય લીલાધર દયડા, દિનેશ જીવાભાઇ પરમાર, સાહેબદાસ જીવણદાસ પરમાર, વિપુલ ખીમાભાઇ પરમાર અને ખીમા રામજી માડમને પોલીસે રોકડ રૂા. 14,350 સાથે પકડી પાડી ગુનો દાખલ કર્યો છે. બીજા દરોડામાં ગોકુલનગર પ્રજાપતિની વાડી પાછળ જાહેર રાેડમાં જુગાર રમતા રસીલાબેન રાજુભાઇ કેશરીયા, ટીનાબેન નાનજીભાઇ વાઘેલા, હકુબેન રમેશભાઇ લીંબડ, જયપાલસિંહ ચંદુભાઇ ચુડાસમા, અમીત હસમુખ ખેગારીયા, રોહિતસિંહ પ્રતાપતસિંહ જાડેજા, ધવલ રમેશ સોલંકી, રવિ વનરાજ પારગીયા, મહેન્દ્રસિંહ બચુભા ચુડાસમા, ભરત કરશનભાઇ મકવાણા, દિલીપ અશોક પાડલીયા, ગણેશ કેશવજી પાડલીયાને રૂા. 56,400 તથા ગંજીપતા સાથે પકડી પાડી જુગારધારા મુજબ ગુનો દાખલ કર્યા હતો.

ત્રીજા દરોડામાં ધરારનગર-2, અબુ હનીફા મસ્જીદ પાસે ગલીમાં જાહેરમાં તીનપતીનો જુગાર રમી રહેલા અનોપસિંહ બાબભા ચુડાસમા, હરદીપસિંહ અમરસંગ ચુડાસમા, રહીમ કાસમ હિગોરા, નરેન્દ્રસિંહ શિવુભા જાડેજા, ઇરફાન મુસા જોખીયા, વનરાજસિંહ વરસાજી જાડેજા, પુંજાજી અભેસંગ જાડેજા, હરપાલસિંહ રતનસીંહ ચુડાસમા અને ઉમેદસિંહ ખેતાજી જાડેજાને રૂા. 10,800 રોકડા સાથે પકડી પાડવામાં આવ્યા હતાં. ચોથા દરોડામાં દિ.પ્લોટ-54 વિશ્રામ વાડી પાસે જાહેરમાં તીનપતી રોનપોલીસનો જુગાર રમતા વિનોદ પ્રેમજી ગોરી, શૈલેષ ભાણજી દામા, રાહુલ મહેશ ગોરી, જીતેન્દ્ર વસંત ભદ્રા, ભવ્ય મહેશ ગોરી, દિપક ત્રિકમ ગોરી, રાજેશ જાદવજી માઉ, અશ્વિન લાલજી મંગે અને નયન રાજેશ ખાનીયાને રોકડ રૂા. 6,830 સાથે પકડી પાડી ગુનો દાખલ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...