જામનગર જિલ્લાના તાલુકા મથકે અને ગ્રામ્ય વિસ્તારોમાં આજે પીજીવીસીએલની 34 ટીમો દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે જામનગર, ધ્રોલ અને કાલાવડમાં વીજચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. ગઈકાલે જામનગર શહેરમાં ચેકીંગ દરમિયાન 88 જોડાણોમાં ગેરરીતિ ઝડપાતા 26.40 લાખના બીલો ફટકારવામાં આવ્યાં હતાં.
પીજીવીસીએલના દરોડાના મળતી વિગત મુજબ, જામનગર જિલ્લાના ધ્રોલ કાલાવડ વેસ્ટ તથા ઈસ્ટ અને નિકાવા સબ ડીવીઝનના ગ્રામ્ય વિસ્તારોમાં આજે સવારથી જ 34 ટીમો દ્વારા 15 એસઆરપી 20 લોકલ પોલીસ અને 9 એકસઆર્મીમેન તથા 4 વીડિયોગ્રાફરોના બંદોબસ્ત વચ્ચે ચેકીંગ કામગીરી હાથ ધરવામાં આવતા વીજચોરોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. આ પૂર્વે મંગળવારે જામનગર શહેરના બચુનગર, વાઘેરવાડો, અંબાજી ચોક, બેડી, થારી, માધાપર ભુંગા અને નવાગામ ઘેડમાં કુલ 469 જોડાણો તપાસતા તે પૈકીના 88 માં ગેરરીતિ ઝડપાતા કુલ રૂા.26.40 લાખના બીલો ફટકારવામાં આવ્યાં હતાં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.