તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઓનલાઇન કાર્યક્રમ:જામનગર મનપાને 34 કરોડ અને 4 પાલિકાને મળીને રૂ. 1,12,50,000ના ચેક અપાયા

જામનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • જામનગરમાં અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતિ

મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે ગુજરાતની મહાનગરપાલિકા અને નગરપાલિકાઓના સર્વાંગી વિકાસ માટે રૂ.1000 કરોડની રકમના ચેક વિતરણનો ઓનલાઈન સમારોહ યોજાયો હતો. જેમાં જામનગર ખાતે ઉપસ્થિત અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા અને સાંસદના હસ્તે જામનગર મહાનગરપાલિકાને રૂ.૩૪ કરોડ અને જામજોધપુર, ધ્રોલ, સિક્કા અને કાલાવડ દરેક નગરપાલિકાઓને રૂ. 1,12,50,000ના ચેકનું વિતરણ કરાયું હતું.

આ પ્રસંગે જિલ્લા મહેસૂલ સેવા સદન જામનગર ખાતે ધારાસભ્ય રાઘવજીભાઇ પટેલ, મેયર હસમુખભાઇ જેઠવા, ડેપ્યુટી મેયર કરશનભાઇ કરમૂર, સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન સુભાષ જોશી, કમિશનર સતિષ પટેલ, શાસક પક્ષના નેતા દિવ્યેશભાઇ અકબરી, શહેર ભાજપ પ્રમુખ હસમુખભાઇ હીંડોચા, જિલ્લા ભાજપ પ્રમુખ ચંદ્રેશભાઇ પટેલ, નગરપાલિકા પ્રમુખો ઉપસ્થિત રહયા હતા. મુખ્યમંત્રીએ રાજ્યના તમામ શહેરોમાં પાયાની સવલતોના સુદ્રઢ વ્યવસ્થાપન માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા રસ્તા-પાણી, ભૂગર્ભ ગટર, સલામતી, સફાઇ સહિતની બાબતોને પ્રાધાન્ય આપી વિકાસ કામો હાથ ધરવા જણાવ્યું હતુ. નાણાં વગર કોઈ કામ અટકશે નહી આ બાબતે સરકાર કોઇપણ જાતની કચાશ રાખશે નહીં એમ પણ જણાવ્યું હતું. જિલ્લા મહેસૂલ સેવાસદન ખાતે કાર્યક્રમમાં ઉપસ્થિત અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું કે, મુખ્યમંત્રીના સંકલ્પને સાકાર કરવા સંવેદના સાથે છેવાડાના માનવીનું હિત સચવાય તેવી રીતે વિકાસ કામોનું આયોજન કરાશે.

અન્ય સમાચારો પણ છે...