સુધારણા ઝુંબેશ:મતદાર યાદી ખાસ સુધારણા ઝુંબેશમાં 3319 નવા ફોર્મ ભરાયા

જામનગર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નામ, સરનામા સહિતના સુધારા સહિત કુલ 11,711 ફોર્મ આવ્યા
  • સૌથી વધુ ​​​​​​​ફોર્મ જામનગર ગ્રામ્ય, ઓછા જામજોધપુર તાલુકામાં આવ્યા

જામનગર જિલ્લામાં મતદાર યાદી ખાસ સુધારણા ઝુંબેશના પ્રથમ રવિવારે 3319 નવા મતદારોએ ફોર્મ ભર્યા છે. નામ, સરનામા, અટક સહિતના સુધારા સહિત કુલ 11711 ફોર્મ આવ્યા છે. સૌથી વધુ ફોર્મ જામનગર ગ્રામ્ય અને ઓછા જામજોઘપુર તાલુકામાં આવ્યા છે.

જામનગર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા હેઠળ 14 નવેમ્બરના ખાસ ઝુંબેશનું આયોજન કરાયું હતું. જે અંતર્ગત મતદાર યાદીમાં નામ ઉમેરવા 6370 લોકોએ ફોર્મ ભર્યા હતાં. જેમાં પ્રથમ વખત મતદાનને પાત્ર એટલે કે 18 થી 19 વય જૂથના 3319 યુવા મતદારનો સમાવેશ થાય છે.

જયારે 1505 લોકોએ સરનામા ફેરાફર અને 2763 લોકોએ સરનામામાં ફેરફાર માટે ફોર્મ ભર્યા હતાં. દર વર્ષે ચૂંટણી પહેલા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદાર યાદી સુધારણા માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવે છે. હજુ આગામી ત્રણ સપ્તાહ સુધી મતદાર યાદી ખાસ સુધારણા કાર્યક્રમ ચાલશે.

મતદારયાદી ખાસ ઝુંબેશમાં ભરાયેલા ફોર્મ

બેઠકફોર્મ
76-કાલાવડ1857
77-જામનગર ગ્રામ્ય2806
78-જામનગર ઉતર2798
79-જામનગર દક્ષિણ2575
80-જામજોધપુર1675
અન્ય સમાચારો પણ છે...