તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી પ્રક્રિયા સોમવારથી શરૂ થઇ છે. બીજા દિવસે વધુ 134 ઉમેદવારી પત્રનો ઉપાડ થતાં બે દિવસમાં કુલ 329 ફોર્મ ઉપડાય છે. જો કે, મનપાની ચૂંટણીમાં હજુ સુધી એકપણ ફોર્મ ભરાયું નથી. જામનગર મહાનગર પાલિકાની ચૂંટણીની સોમવારથી પ્રક્રિયા શરૂ થતાં ફોર્મ ભરવાની પ્રક્રિયાનો પ્રારંભ થયો હતો.
આગામી તા.6 ફેબ્રુઆરી સુધી મહાનગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરી શકાશે. પ્રથમ દિવસે મહાનગરપાલિકાની ચૂંટણીમાં કુલ 16 વોર્ડ માટે 195 ઉમેદવારી પત્ર ઉપડયા હતાં. જયારે મંગળવારે બીજા દિવસે વોર્ડ નં.1 થી 4 માટે 45, વોર્ડ નં.5 થી 8 માટે 27, વોર્ડ નં.9 થી 12 માટે 6, વોર્ડ નં.13 થી 16 માટે 56 ફોર્મ મળી કુલ 134 ઉમેદવારી પત્રનો ઉપાડ થયો હતો. જો કે, બે દિવસમાં એકપણ ફોર્મ ભરાયું નથી.
ચૂંટણી અધિકારીના જાહેર કરાયેલા સંપર્ક નંબરની સેવા બંધ ?
જામ્યુકોની ચૂંટણીને અનુલક્ષીને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અધિકારીઓને ચૂંટણીની ફરજ સોંપી સંપર્ક નંબર જાહેર કર્યા છે. પરંતુ મોટા ભાગના ટેલીફોન નંબર શોભાના ગાંઠિયા બન્યા છે. કારણ કે, તંત્રએ જાહેર કરેલો 2677199 નંબર કલાકો સુધી વ્યસ્ત રહે છે તો 2552130 નંબર તો કોઇ ઉપાડતું જ નથી. આટલું જ નહીં, 2674575 નંબર માટે તો સેવા બંધ કરવામાં આવી છે તે કેસેટ વાગતા આશ્ચર્ય સર્જાયું છે.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.