મગફળીની બમ્પર આવક:જામનગર માર્કેટીંગ યાર્ડમાં એક જ રાતમાં 32 હજાર ગુણીની આવક, યાર્ડ બહાર 400થી વધુ ગાડીની લાઈન લાગી

જામનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બે કિલોમીટર લાંબી વાહનોના થપ્પા યાર્ડ બહાર મગફળીની ગુણીના ભરેલા જોવા મળ્યા

જામનગર માર્કેટિંગ યાર્ડમાં મગફળીની મોસમની મબલક આવક થઈ છે ત્યારે મગફળીનું વાવેતર કરનાર ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા છે અને ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે.માર્કેટિંગ યાર્ડમાં દિવાળી બાદ મગફળીની સારી એવી નોંધપાત્ર આવક થઈ રહી છે.આ વર્ષની શરૂઆત શુભ સાબિત થઈ છે તેમજ મગફળીની પૂરજોશમાં આવક થતા સમય અંતરે યાર્ડ દ્વારા આવક બંધ કરવામાં આવી રહી છે. ગઈકાલે આવક શરૂ કરાતા જ એક જ રાતમાં 32 હજાર ગુણી મગફળીથી માર્કેટીંગ યાર્ડ છલકાયું હતું.

તમામ માલ ઉતારતા 400 વાહનોમાં 32 હજારથી વધુ ગુણની આવક થઈ હતી બીજી બાજુ ચાર દિવસ બાદ શરૂ કરવામાં આવશે તેમ માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી હિતેશભાઈ પટેલે જણાવ્યું હતું.જામનગર યાર્ડમાં દિવાળી પછી મુહૂર્તના સોદા દરમિયાન મગફળીના મણના રૂ. 2050 થી વધુ ઊંચા ભાવ બોલાયા હતા જે રાજ્યભરમાં રેકોર્ડ બ્રેક નોંધાયો હતો તેમ જ મગફળીની નવ નંબરની જાત અને 66 નંબરની જાતના વેચાણના રૂપિયા 2050 પણ બોલાઈ ચૂક્યા છે બીજી તરફ હરાજીમાં ઝીણી મગફળીના રૂપિયા 1000 થી 1840 અને જાડી મગફળીના રૂપિયા 900 થી 1250 સુધી બોલાઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...