જામનગરમાં 312879 લોકોએ પ્રીકોશન ડોઝ લીધો નથી. આ સ્થિતિમાં મનપા પાસે ફકત 2550 ડોઝ રહ્યા છે. કોરોનાની ચોથી લહેરના પડઘમ વચ્ચે રસી લેવા લોકો ઉમટતા તંગીની શકયતા છે. શહેરમાં લક્ષ્યાંક સામે 19.99 ટકા કામગીરી થઇ છે. બુસ્ટર ડોઝ લેવામાં ઉદાસીનતા અને જાગૃતિનો અભાવ જોવા મળી રહ્યો છે.
કોરોનાની ચોથી લહેરના પગલે જામનગરમાં આરોગ્ય તંત્ર સર્તક બન્યું છે. જી.જી.હોસ્પિટલમાં ખાસ 100 બેડનો આઇસોલેશન વોર્ડ ઉભો કરાયો છે. બીજી બાજુ પુન: કોરોનાના કારણે લોકો પ્રિકોશન ડોઝ લેવા આરોગ્ય કેન્દ્રોમાં ઉમટી રહ્યા છે.
આ સ્થિતિમાં સોમવારની સ્થિતિએ જામ્યુકો પાસે 950 કોવીશીલ્ડના અને 1600 કો-વેકસીનના ડોઝ રહ્યા છે. શહેરમાં શનિવારે 12 આરોગ્ય કેન્દ્ર પર 225 લોકોએ બુસ્ટર ડોઝ લીધો હતો. રસીના નવા ડોઝ હજુ આવ્યા નથી. આથી આગામી દિવસોમાં રસીની તંગીની શકયતા છે. જો કે, રાજય સરકાર દ્રારા રસીના ડોઝ ફાળવવામાં આવશે તેમ મનપાના આરોગ્ય અધિકારી એસ.કે.પ્રજાપતિએ જણાવ્યું હતું.
પ્રિ-કોશન ડોઝની 1 જાન્યુ.ની સ્થિતિ | |||
આરોગ્ય કેન્દ્ર | લક્ષ્યાંક | સિધ્ધિ | ટકાવારી |
બેડી-2 | 13821 | 511 | 3.7 |
બેડી બંદર | 21054 | 4370 | 20.76 |
ધાંચીવાડ | 37036 | 3516 | 9.49 |
ગોમતીપુર | 32273 | 5757 | 17.84 |
ગુલાબનગર | 27162 | 5199 | 19.14 |
કામદાર | 32762 | 10643 | 32.49 |
નવાગામ | 32491 | 5801 | 17.85 |
નીલકંઠ નગર | 49780 | 15316 | 30.77 |
પાણાખાણ | 54329 | 12904 | 23.75 |
પાનવાડા | 27478 | 3387 | 12.33 |
વામ્બે | 27267 | 4835 | 17.73 |
વિશ્રામવાડી | 35604 | 5939 | 16.68 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.