સમસ્યા:જામનગરમાં વરસાદથી 3100 મીટરના ડામર રોડ ધોવાયા

જામનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વરસાદના કારણે શહેરના કુલ 16 વોર્ડમાં કાચા, ડામર અને સીસી મળી કુલ 14500 મીટરના માર્ગોને નુકસાન
  • ફકત 6000 મીટર તૂટેલા કાચા રસ્તાના રીપેરીંગ પાછળ રૂ.71 લાખનો ખર્ચ થયો: ડામર અને સીસી રોડનું સમારકામ હજુ બાકી

જામનગરમાં વરસાદમાં સીસી રોડના બદલે સૌથી વધુ 3100 મીટર ડામર રોડ તૂટી જતાં આશ્ચર્ય સર્જાયું છે. શહેરના કુલ 16 વોર્ડમાં કાચા, ડામર અને સીસી મળી કુલ 14500 મીટરના માર્ગોને નુકસાન થયું છે. ફકત 6000 મીટર તૂટેલા કાચા રસ્તાના રીપેરીંગ પાછળ રૂ.71 લાખનો ખર્ચ થયો: ડામર, સીસી રોડનું સમારકામ બાકી છે.

જામનગરમાં ચાલુ વર્ષે મેઘરાજાએ સટાસટી બોલાવતા અને ડેમના પાણી નીચાળવાળા વિસ્તારોમાં ભરાઇ જતાં વ્યાપક તારાજી થઇ છે. વરસાદના કારણે શહેરના કુલ 16 વોર્ડમાં 14500 મીટરના માર્ગો તૂટી ગયા છે. જેમાં કાચા રસ્તા 10400 મીટર, 3100 મીટર ડામર રોડ અને 1000 મીટર સીસી રોડનો સમાવેશ થાય છે. કુલ 10400 મીટર તૂટેલા કાચા રસ્તા પૈકી 6000 મીટર માર્ગ રીપેર કરવા પાછળ રૂ.70 લાખનો ખર્ચ થયો છે. શહેરમાં તૂટેલા રસ્તા પૈકી ડામર અને સીસી રોડનું સમારકામ બાકી છે. શહેરમાં સીસી રોડ કરતા વધુ 3100 મીટર ડામર રોડ તૂટી જતાં આશ્ચર્યની સાથે સવાલ ઉઠયા છે.

સૌથી વધુ 5000 મીટર રસ્તા વેસ્ટ ઝોનમાં તૂટ્યા
જામગનરમાં વરસાદમાં સૌથી વધુ વેસ્ટ ઝોનમાં સૌથી વધુ 5000 મીટર રસ્તા તૂટયા છે. જેમાં 4500 મીટર કાચા રસ્તા, 300 મીટર ડામર અને 200 મીટર સીસી રોડનો સમાવેશ થાય છે. જયારે સેન્ટ્રલ ઝોનમાં સૌથી ઓછા 1000 મીટર માર્ગને નુકસાન થયું છે.

તૂટેલા પૈકી રીપેર થયેલા રોડ અને ખર્ચ​​​​​​​

કાચારસ્તાડામરસીસીખર્ચ (લાખમાં)
3000----20
400----8
1200----17
500----11
900----15

​​​​​​​

વરસાદમાં તૂટેલા માર્ગોની ફેકટફાઇલ​​​​​​​

ઝોનવોર્ડ

તૂટેલા માર્ગ(મીટરમાં)

વેસ્ટ ઝોન35,000
સેન્ટ્રોલ ઝોન41,000
સાઉથ ઝોન33,000
નોર્થ ઝોન32,000
ઇસ્ટ ઝોન33,500

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...