સુરક્ષાકર્મીઓનું મતદાન:જામનગરમાં ચૂંટણી ફરજમાં વ્યસ્ત પોલીસ, હોમગાર્ડ અને GRDના 3099 કર્મીઓએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું

જામનગર2 દિવસ પહેલા
  • કૉપી લિંક

જામનગરમાં આગામી વિધાનસભાની ચૂંટણીમાં ફરજ બજાવતા સુરક્ષાકર્મીઓ માટે આજરોજ પ્રભુલાલ સંઘરાજ શાહ વિદ્યાલય ખાતે શહેર અને જિલ્લાની પાંચ બેઠકો માટે પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું. જેમાં ચૂંટણી અધિકારીઓની હાજરીમાં પોલીસકર્મી, હોમગાર્ડ, જીઆરડી, એસઆરડી સહિતના લોકરક્ષક દળોના કર્મીઓએ યુનીફોર્મ સાથે આજરોજ પોતાનું મતદાન કર્યું હતું.

આજરોજ સુરક્ષા જવાનોના યોજાયેલા મતદાનમાં હોમગાર્ડના 1357 જવાનો,જીઆરડીના 783, અને ૯૫૯ પોલીસ કર્મીઓએ સહિત કુલ 3099 જવાનોએ પોતાનું મતદાન કર્યું હતું. આ મતદાનની પ્રક્રિયા સમયે મુખ્ય જિલ્લા અધિકારી અને કલેકટર ડો. સૌરભ પારઘી તેમજ જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ સહિતના અધિકારીઓ હાજર રહયા હતા. આ ઉપરાંત 78 બેઠકના ભાજપના ઉમેદવાર રિવાબા જાડેજા તેમજ આમ આદમી પાર્ટીના ઉમેદવાર કરશનભાઇ કરમુરે પણ મતદાન વેળાએ મુલાકાત લીધી હતી. અને શાંતિપૂર્ણ મતદાનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...