તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છેતરપિંડી:એક્સ આર્મીમેનો પાસેથી ગાર્ડની નોકરી માટે 30 હજાર પડાવાયા

જામનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
  • મોટી ખાવડી સ્થિત સિકયુરીટી હેડ સામે વિશ્વાસઘાતનો ગુનો

જામનગરના મોટી ખાવડી પાસે સ્થિત ખાનગી કંપનીના સ્થાનિક સિકયુરીટી હેડ દ્રારા કંપનીમાં સિકયુરીટી ગાર્ડ તરીકે રાખવા માટે બે એકસ આર્મીમેન પાસેથી પંદર-પંદર હજાર જેવી રકમ મેળવી લઇને કંપની સાથે વિશ્વાસઘાત કર્યાની ફરીયાદ મેઘપર પોલીસ મથકમાં નોંધાઇ છે.ખંભાળીયા ઘોરીમાર્ગ પર મોટી ખાવડી પાસે સ્થિત બીલીવ સોલ્યુસન સર્વીસીઝ(બી.એસ.એસ.) નામની ખાનગી સિકયુરીટી કંપની દ્રારા નાની મોટી કંપનીઓમાં સિકયુરીટી ગાર્ડ પુરા પાડવાની કામગીરી કરવામાં આવે જેના અત્રે મોટી ખાવડી ખાતે સિકયુરીટી હેડ તરીકે કેહરચંદ મંગલારામને કંપની દ્રારા ભરતી વગેરે કાર્ય સોપાયું હતું.

જે દરમિયાન સ્થાનિક સિકયુરીટી હેડએ તેના હોદાનો દુરૂપયોગ કરી સિકયુરીટી ગાર્ડ તરીકે નોકરી માટે બે એકસ આર્મીમેન પાસેથી પંદર-પંદર હજારની રકમ મેળવી લીઘાની રાવ કંપની સતાવાળાને મળી હતી.જેની પ્રાથમિક તપાસ બાદ કંપનીના અલ્કેશ અત્તરસિંગ લાંબાએ મેઘપર પોલીસમાં કેહરચંદ મંગલારામ સામે વિશ્વાસઘાત કરવા અંગે ફરીયાદ નોંધાવી છે.જે ફરીયાદના આધારે પોલીસે ગુનો નોંધી સ્થાનિક સિકયુરીટી હેડની શોધખોળ સાથે વધુ તપાસ હાથ ધરી છે. જુદા જુદા બે ઉમેદવાર પાસેથી રૂ.30 હજારની રકમ પણ મેળવી લેવાયાનુ જાહેર થયુ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો