મનપાએ નામો છુપાવ્યા:30 આસામીનો રૂા. 11,28,322નો વેરો બાકી

જામનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નામાવલી જાહેર ન કરીને આસામીઆેને છાવરવામાં આવતા અનેક સવાલ ઉઠ્યા

જામનગર મહાનગરપાલિકા દ્રારા બાકી મિલકત વેરાના આસામીઓને છાવરવાનો પ્રયાસ કરવામાં આવી રહયો છે. કારણ કે બાકી વેરા સબબ અગાઉ મિલકત ધારકોને જયારે નોટીસ, વોરંટની બજવણી કરાતી ત્યારે નામાવાલી જાહેર કરવામાં આવતી હતી. પરંતુ હવે ફકત આસામીઓની સંખ્યા બતાવવામાં આવતા અનેક સવાલ ઉઠયા છે.

જામનગર મહાનગરપાલિકાની મિલકત વેરા શાખા દ્વારા વેરો ન ભરનાર આસામીઓને વોરંટની બજવણી શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત શુક્રવારે વોર્ડ નં.13 ના 16 મિલકતઘારકોની કુલ બાકી રકમ રૂ. 9,18,452 ની વસુલાત માટે વોરંટની બજવણી કરવામાં આવી છે. જયારે વોર્ડ નં.17 ના 14 મિલકતઘારકોની કુલ બાકી રકમ 209870 ની વસુલાત માટે અનુસૂચિની બજવણી કરવામાં આવી છે.

અત્રે નોંધનીય છે કે, પહેલા મહાનગરપાલિકા દ્વારા બાકી મિલકત વેરા ધારકોને નોટીસ અને વોરંટની બજવણી કરાતી ત્યારે તેની નામાવલી જાહેર કરવામાં આવતી હતી. પરંતુ મનપાએ અચાનક બાકી મિલકતવેરા ધારકોના નામ જાહેર કરવાનું બંધ કરતા અનેક સવાલ ઉઠયા છે.

અન્ય સમાચારો પણ છે...