તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:ખંભાળિયા પંથકમાં 4 કિલો સી-ફેન સાથે 3 ઝબ્બે

જામનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કુવાડીયા પાટીયા અને સલાયા ચેક પોસ્ટ પાસે મરીન નેશનલની ટીમે દબોચી લીધા
  • ભારતીય વન અધિનિયમ હેઠળ કાર્યવાહી કરાઈ,પકડાયેલી ત્રણેય આરોપીને જેલ હવાલે કરાયા

ખંભાળિયા નજીક કુવાડીયા પાટીયા અને સલાયા પાસે મરીન નેશનલ પાર્કની ટીમે ખાસ ઓપરેશન હાથ ધરી પ્રતિબંધિત સી ફેન(ઇન્દ્રજાળ)ના ચાર કિલો જથ્થા સાથે ત્રણ શખ્સોને દબોચી લીધા હતા.ભારતીય વન અધિનિયમ મુજબ ગુનો નોંધી ત્રણેયને જેલ હવાલે કરાયા છે.

તાજેતરમાં વેરાવળ પંથકમાં પ્રતિબંધિત દરીયાઇ ચીજોનો જથ્થો મળી આવ્યો હતો જેમાં ત્રણ વેપારીને દબોચી લેવાયા હતા જેની તપાસ દરમિયાન મરીન નેશનલ પાર્કની ટીમે બાતમીના આધારે કુવાડીયા પાટીયા પાસેથી જીવા મુળજી સોલંકી અને કિશન મુળજી સોલંકીને સકંજામાં લીધા હતા જેના કબજામાંથી સી ફેનનો જથ્થો મળી આવ્યો હતો.જે દરમિયાન સલાયા ચેક પોષ્ટ પાસેથી કરશન અમરાભાઇ રાઠોડ પાસેથી પણ આવો જથ્થો મળ્યો હતો.

આ ત્રણેયના કબજામાંથી મરીન નેશનલ પાર્ક-ખંભાળિયા રેજની ટીમે ચાર કિલો સી ફેન(ઇન્દ્રજાળ)નો જથ્થો કબજે કર્યો હતો અને ભારતીય વન અધિનિયમ 1972ની જોગવાઇ મુજબ ગુનો નોંધ્યો હતો.જે ત્રણેય આરોપીને કોર્ટમાં રજુ કરતા જેલહવાલે કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...