જામનગર નજીકના ખંભાલીયા રોડ પર આવેલ સરમત ગામના પાટીયા પાસે હોટેલ પર ચા પીતા એક યુવાન સહિતના ત્રણ યુવાનો પર એક શખસે હુમલો કરી ગંભીર ઈજાઓ પહોચાડી હોવાની પોલીસ દફતરે ફરિયાદ નોંધાઈ છે. અગાઉ આરોપીએ આરોપીના સાથે કરેલ બોલાચાલીનો ખાર રાખીને હુમલો કરવામાં આવ્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.
જામનગર નજીકના ખંભાલીયા રોડ પર આવેલ સરમત ગામના પાટિયા પાસે સોનલ કૃપા હોટેલ પર બુધવારના બે વાગ્યે ચા પીવા ઉભા રહેલ રસુલનગર ગામના સિકંદર દાઉદ સેતા, દાઉદ મહમદ મેપાણી અને અફઝલ પર સરમત ગામના ભીષ્મરાજસિંહ હકુભા જાડેજા નામના સખ્સે બોલાચાલી કરી છરી વડે હુમલો કર્યો હતો. જેમાં દાઉદને પેટના ભાગે છરીનો એક ઘા વાગી જતા તેઓ લોહી લુહાણ થઇ ગયા હતા. આ બનાવના પગલે ઘવાયેલ યુવાનને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર લઇ સિકંદરે આરોપી સામે સિક્કા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં આરોપીના પિતા સાથે ઘવાયેલ યુવાને ઝઘડો કર્યો હતો જેને લઈને બનાવ બન્યાનું ફરિયાદમાં જાહેર થતાં પોલીસે તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.