તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કાર્યવાહી:ખંભાળિયાના ઘી ડેમ પર સેલ્ફી લેતાં 3ને અટકાવાયા

ખંભાળિયા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જાહેરનામું અમલી ન હોવાથી કાર્યવાહી ટળી

ખંભાળિયામાં ઘી ડેમ પર સોમવારે જોખમી સેલ્ફી લેતા હોવાની જાણ થતા જ પોલીસે અટકાવ્યા હતા.જો કે,હાલ જાહેરનામાનો પ્રતિબંધ ઉઠી ગયો હોવાથી પોલીસ કાર્યવાહી ટાળી હતી. ખંભાળિયા તેમજ આસપાસના વિસ્તારમાં 8 ઇંચ જેટલો વરસાદ વરસતા ઘી ડેમ 6 ફુટની ભયજનક સપાટીએ ઓવરફ્લો થયો છે.ત્યારે ભયજનક ડેમ પર ત્રણેક જેટલા યુવાનો સેલ્ફી પાડવા તથા વીડીયો ઉતારવા પહોંચ્યા હતા.તેમજ ડેમમાં માછલા પકડતા હોવાની પોલીસને જાણ થતા પોલીસે ત્રણેય યુવકોને અટકાવી પોલીસ સ્ટેશન લઇ ગયા હતા.પોલીસે ત્રણેય યુવકોની પુછપરછ કરી ત્રણેય યુવકોને અટકાવ્યા હતા.હાલુ જાહેરનામુ અમલમાં ન હોવાથી કાર્યવાહી ટાળી હતી.પરંતુ ડેમ પર પાણીનો પ્રવાહ વધારે હોવાથી લોકોને ડેમ સાઇટ પર ન જવા ખાસ સુચના આપવામાં આવી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો