કોરોના સંક્રમણ:મેડિકલ કોલેજનો છાત્ર સહિત 3 વિદ્યાર્થી, સફાઈ કામદાર સંક્રમિત

જામનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • જોડિયાના ભીમકટા ગામના ખેડૂતનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો

જામનગર શહેરમાં કોરોનાની રફતાર યથાવત રહી છે. શનિવારે વધુ 8 પોઝિટિવ કેસ નોંધાયા છે. જોડિયાના ભીમકટા ગામના ખેડૂતનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જામનગર શહેરમાં કોરોનાની રફતાર યથાવત રહી છે. શુક્રવારે સાત પોઝિટિવ કેસ નોંધાયા પછી શનિવારે એક કેસનો વધારો થયો છે. જામનગરની એમપી શાહ મેડિકલ કોલેજની પી.જી. હોસ્ટેલમાં રહીને તબીબી અભ્યાસ કરતા એક વિદ્યાર્થીનીનો કોરોના પોઝીટીવ રિપોર્ટ આવ્યો છે. તેના બે રૂમ પાર્ટનરના પણ સેમ્પલો લેવાયા છે.

ઉપરાંત શહેરના ગુલાબ નગર સિન્ડિકેટ સોસાયટી તેમજ બેડેશ્વર વિસ્તારમાં રહેતા અન્ય બે વિદ્યાર્થીઓના પણ કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા છે. વાલ્મિકી વાસ વિસ્તારમાં રહેતી 30 વર્ષની એક સફાઈ કામદાર મહિલાનો કોરોના પોઝિટિવ રિપોર્ટ મળ્યો છે. શહેરના અન્ય એક બિઝનેસમેન તથા એક શોરૂમમાં કામ કરતા કર્મચારી અને બે મહિલાના પણ કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા છે. તમામ માટે દર્દીઓને હોમ આઇસોલેશનમાં રખાયા છે અને તેઓના પરિવારજનોના સેમ્પલો લેવામાં આવ્યા છે. જોડિયા તાલુકાના ભીમકટા ગામમાં રહેતા એક ખેડૂતનો પણ કોરોના પોઝિટિવ રિપોર્ટ મળ્યો છે.

અન્ય સમાચારો પણ છે...