કોરોના અપડેટ:જામનગરમાં કોરોનાના 3 પોઝિટિવ કેસથી લોકોમાં ભયનું લખલખુ

જામનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક

જામનગરમાં છેલ્લા કેટલાક સમયથી કોરોનાના કેસમાં સતત રાહત જોવા મળી રહી હતી. પરંતુ ફરીથી કેસ વધી રહ્યા છે. જામનગર શહેર વિસ્તારમાં કોરોનાને ગતિ પકડી હોય તેમ વધુ ત્રણ પોઝિટિવ કેસ નોંધાયા છે. શુક્રવારે ફરી ત્રણ પોઝિટિવ કેસ નોંધાયા છે. શહેરના 32 વર્ષીય પુરૂષ અને 31 વર્ષીય મહિલા ના રિપોર્ટ પોઝિટિવ મળ્યા છે.જે બન્ને કેસ જામનગરની ખાનગી હોસ્પિટલ માં નોંધાયા છે. ઉપરાંત બેડી બંદર માર્ગ પરના મહાનગરપાલિકા ના આરોગ્ય કેન્દ્રમાં પણ એક 35 વર્ષીય પુરૂષનો રિપોર્ટ પોઝિટિવ મળ્યો છે. આ ત્રણેય દર્દીઓને હોમ આઈસોલેશનમાં રખાયા છે.

અન્ય સમાચારો પણ છે...