હાશકારો:વધુ 3 દર્દીએ કોરોનાને હરાવ્યો

જામનગર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • દ્વારકાના 51, પોરબંદરના 34 રિપોર્ટ નેગેટિવ
  • શહેરના 54 દર્દીના રિપોર્ટ બાકી: જી.જી.માં ફકત 9 દર્દી

વધુ 3 દર્દીએ કોરોનાને હરાવતા જી.જી.હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ કરવામાં આવ્યા હતાં. જામનગરના 65, દેવભૂમિ દ્વારકાના 51, પોરબંદરના 34, મોરબીના 54 દર્દીના રિપોર્ટ નેગેટીવ આવ્યા છે. બીજી બેચમાં આવેલા શહેરના 54 દર્દીના રિપોર્ટ બાકી છે. જી.જી.હોસ્પિટલમાં ફકત 9 દર્દી સારવાર હેઠળ છે. જામનગરમાં કોરોના પોઝીટીવના કેસમાં નોંધપાત્ર ઘટાડો થતાં સ્થિતિ ધીમે ધીમે સુધરી રહી છે. જી.જી.હોસ્પિટલમાં ગુરૂવારે સાંજે આવેલા શહેરના 55 દર્દીના રિપોર્ટ નેગેટીવ આવ્યા છે. જયારે શુક્રવારે સવારે પ્રથમ બેચમાં આવેલા જામનગરના 10, પોરબંદરના 34, દેવભૂમિ દ્વારકાના 51, મોરબીના 54 મળી કુલ 149 દર્દીના રિપોર્ટ નેગેટીવ આવ્યા છે. બીજી બેચમાં આવેલા જામનગરના 54 દર્દીના રિપોર્ટ બાકી છે. બીજી બાજુ શુક્રવારે જી.જી.હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા વધુ 3 દર્દીએ કોરોનાને હરાવી સ્વસ્થ થતાં ડીસ્ચાર્જ કરવામાં આવ્યા હતાં.

ટ્રાવેલ હીસ્ટ્રી છૂપાવનારા સામે ફોજદારી
જામનગર શહેર-જિલ્લામાં મુંબઇથી વિમાન તેમજ અન્ય માર્ગોથી આવી રહ્યા છે. પરંતુ તેમાંથી ઘણાં  પોતાની ટ્રાવેલ હીસ્ટ્રી છૂપાવી હોમ ક્વોરેન્ટાઇનના નિયમનો ભંગ કરી રહ્યા છે. ખોટી ટ્રાવેલ હીસ્ટ્રી આપનાર કે હકીકત છૂપાવનારા લોકો સામે નિયમ મુજબ ફોજદારી ફરિયાદ નોંધાશે. - શરદ સિંઘલ, જામનગર જિલ્લા પોલીસ વડા

અન્ય સમાચારો પણ છે...