કાર્યવાહી:સગીરા પર દુષ્કર્મ પ્રકરણમાં વધુ 3ની અટક

જામનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અગાઉ અલીયાબાડાના બે આરોપીની સંડોવણી ખુલી તી, બંનેને જેલ હવાલે કરાયા’તા

જામનગર ગ્રામ્ય પંથકમાં રહેતી સગીરા પર દુષ્કર્મ આચરી આઠેક માસનો ર્ગભ રાખી દિધાના બનાવમાં પોલીસે ગુનો નોંધી બે આરોપીની ધરપકડ કરી હતી જે બંનેને જેલહવાલે કરાયા હતા આ પ્રકરણમાં પોલીસે વધુ ત્રણ શખસોને પકડી પાડયા છે જેથી હવે ધરપકડનો આંક પાંચ પર પહોચ્યો છે.

પોલીસસુત્રોમાંથી મળતી વિગત અનુસાર જામનગર નજીકના ગ્રામ્ય પંથકમાં રહેતા એક પરીવારની સગીરા પર અવાર નવાર દુષ્કર્મ આચરીને આઠેક માસનો ગર્ભ રાખી દિધાનો બનાવ બહાર આવ્યો હતો.ભોગગ્રસ્તને પેટમાં દુ:ખાવો ઉપડતા સમગ્ર મામલો સામે આવ્યો હતો.આ બનાવની ભોગગ્રસ્તના પરીજનની ફરીયાદ પરથી પોલીસે અલીયાબાડા ગામના હરપાલસિંહ ઉર્ફે હપ્પી અને કિશન આહિર સામે દુષ્કર્મ અને પોકસો એકટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.

આ સમગ્ર પ્રકરણની પીઆઇ બી.એમ. કાતરીયા અને મદદનીશ દિનેશભાઇ સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી હતી જેમાં પોલીસે બંને આરોપી હરપાલસિંહ અને કિશનને પકડી પાડયા હતા જેને જેલહવાલે કરાયા છે.આ સમગ્ર પ્રકરણની પોલીસે તપાસ હાથ ધરતા વધુ શખસો શેખપાટના ઘોઘુભા સોઢા, અલીયાના કમલેશ ઉર્ફે કવો કાંસુન્દ્રા અને કારૂ જાદા પડસારીયાની અટકાયત કરી લીઘી છે. પોલીસે પકડાયેલા ત્રણેયની પુછપરછ સાથે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...