તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:દરેડ લેન્ડ ગ્રેબીંગ પ્રકરણમાં વધુ 3ની ધરપકડ

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
  • રિમાન્ડ પર રહેલા સુત્રધાર આરોપીના ઘરે ઝડતી કરાઇ, કાંઇ ન મળ્યંુ
  • 2 મહિલા સહિત 3 આરોપી જેલહવાલે, જુદી જુદી ત્રણ ટીમો દ્વારા આરોપીઓની શોધખોળ

જામનગરની ભાગોળે આવેલાદરેડ પંથકમાં ખરાબાની જમીન પચાવી પાડવા અંગેના ચકચારી પ્રકરણમાં પોલીસે 64 લોકો સામે લેન્ડ ગ્રેબીંગનો ગુનો નોંધ્યો હતો.જેમાં સુત્રધાર સહિત અગાઉ 21 આરોપીઓની ધરપકડ કરાઇ હતી અને સુત્રધાર શખ્સના પાંચ દિવસના રીમાન્ડ મેળવી સધન પુછતાછ શરૂ કરાઇ છે.આ પ્રકરણમાં પોલીસે બે મહિલા સહિત વધુ ત્રણ આરોપીની ધરપકડ કરાઇ હતી.

પોલીસસુત્રોમાંથી મળતી વિગત મુજબ જામનગર નજીક દરેડ પંથકમાં સર્વે નં.131 અને 132 વાળી જગ્યામાં ગેરકાયદેસર પેશકદમી કરી દબાણ મામલે પંચ બી પોલીસ મથકમાં 64 લોકો સામે લેન્ડ ગ્રેબીંગ એકટ હેઠળ ગુનો નોંધાયો હતો જે પૈકી પોલીસે અત્યાર સુધીમાં કુલ24 આરોપીને પકડી પાડયા હતા જે પૈકી સુત્રધાર મનાતા વિજય જયંતીભાઇ માલાણી નામના શખ્સના પોલીસે બુધવાર સુધીના પાંચ દિવસના રીમાન્ડ મેળવીને સધન પુછપરછ હાથ ધરી છે. રિમાન્ડ દરમિયાન પોલીસે આરોપીના શહેરના રણજીતસાગર રોડ વિસ્તારમાં આવેલા રહેણાંક મકાનની પણ તલાશી લીઘી હતી. જોકે, ઝડતી વેળાએ પોલીસને ખાસ કશું હાથ લાગ્યું ન હાેવાનું બહાર આવ્યું છે.

આ પ્રકરણમાં પોલીસે રીમાન્ડ પર રહેલા સુત્રધાર વિજય માલાણી સિવાયના વીશ આરોપીને અગાઉ કોર્ટમાં રજુ કરી જેલમાં ઘકેલી દિધા હતા.જયારે સોમવાર મોડીસાંજ સુધીમાં વધુ ત્રણ આરોપીઓ ભોપા કમાભાઇ ચારણ અને વેરૂનિકા ફ્રેંકલીન ફિલીપ્સ તેમજ જાનાબેન ઉર્ફે રામીબેન ધાનાભાઇને પકડી પાડયા હતા જેની ધરપકડ બાદ ત્રણેયને જેલહવાલે કરાયા છે. આ ચકચારી પ્રકરણમાં હજુ જામનગર અને દરેડ સહિતના પંથકના કેટલાક નામો ખુલતા પોલીસે જુદી જુદી ટીમો બનાવી આરોપીઓને પકડી પાડવા કવાયત હાથ ધરી છે.

દરેડના ચકચારી લેન્ડ ગ્રેબિંગ પ્રકરણમાં ભૂમાફિયા જયેશ પટેલની કથિત સંડોવણી સામે આવી હોવાનું સૂમાહિતગાર સૂત્રોમાંથી જાણવા મળ્યું છે, જોકે પોલીસે હાલના તબકકે સૂત્રધાર મનાતા આરોપી વિજય માલાણીની સઘન પૂછપરછ સાથે ઉપરોકત તમામ દિશામાં પણ ઝીણવટભરી તપાસ હાથ ધરીને જુદી-જુદી દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

    વધુ વાંચો