તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આરોપીની ધરપકડ:જામનગર પાસેના દરેડ લેન્ડ ગ્રેબિંગ પ્રકરણમાં વધુ 3 આરોપીની ધરપકડ

જામનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • મસીતીયાના ત્રણેય આરોપીને જેલમાં મોકલવાની તજવિજ, ધરપકડનો આંક 48 થયો

જામનગરની ભાગોળે આવેલા દરેડ પંથકમાં સરકારી જમીનમાં ગેરકાયસર દબાણ કરી પેશકદમી કરવાના પ્રકરણના પ્રકરણમાં પોલીસે વધુ ત્રણ આરોપીની ધરપકડ કરી છે.જેથી આ ચકચારી પ્રકરણમાં ધરપકડનો આંક 48 પર પહોચ્યો છે.જામનગર નજીક દરેડ પંથકમાં સર્વે નં.131 અને 132 વાળી સરકારી જમીનમાં ગેરકાયદે દબાણ કરી પેશકદમીના પ્રકરણમાં પોલીસે 64 સામે લેન્ડ ગ્રેબીંગ એકટ હેઠળ ગુનો નોંધ્યો હતો.જેમાં જે તે સમયે પોલીસે સુત્રધાર વિજય માલાણી સહિતના આરોપીઓની ધરપકડ કરી હતી.જેમાં આરોપી વિજયના પાંચ દિવસના રીમાન્ડ મેળવીને તેની પુછતાછ હાથ ધરી હતી.જે પોલીસ પુછપરછમાં ભુમાફિયા જયેશ પટેલની સંડોવણી પણ ખુલી હતી.

આ પ્રકરણમાં ગુરૂવારે પોલીસે વધુ ત્રણ આરોપી મસીતિયાના અકબર હુશેનભાઇ, અલ્તાફ હનિફભાઇ અને કાસમ બાબુભાઇ રાનીયા (રે. દરેડ)ને પકડી પાડયા હતા જેના કોવિડ રીપોર્ટ નેગેટીવ આવતા પોલીસે અટકાયત કરી લીઘી હતી અત્યાર સુધીમાં આ કેસમાં ધરપકડનો આંક 48 પર પહોચ્યો છે. જયારે હજુ પણ એક ડઝનથી વધુ આરોપીઓની શોધખોળ સાથે વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો