કોર્ટનો હુકમ:જામનગરમાં ચેક પરત કેસમાં 3 મહિનાની સજા, ખાતામાં અપૂરતા નાણાંથી ચેક રિટર્ન થયો હતો

જામનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 15,000ની પરત ચૂકવણી ચેક આપ્યો હતો

જામનગરના એક મહિલાએ અદાલતમાં ચેક પરતની ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં અદાલતે આરોપીને ત્રણ મહિનાની કેદની સજા ફટકારી બાકી રકમ ચૂકવી આપવાનો હુકમ કર્યો છે. રૂ.15000ની પરત ચૂકવણી માટે ચેક આપવામાં આવ્યો હતો. બેંક ખાતામાં અપૂરતા નાણાંના કારણે ચેક રીટર્ન થયો હતો.

જામનગરના આશાબેન જે.સતવારા નામના મહિલોએ ઓળખાણના કારણે હિતેન્દ્રસિંહ સરદારસિંહ જાડેજાને રૂ.20000 હાથ ઉછીના આપ્યા હતા. તેની સામે હિતેન્દ્રસિંહે એકાઉન્ટ-પેનો ચેક આપ્યો હતો. આથી આ ચેક આશાબેને રજૂ કરતા હીતેન્દ્રસિંહના બેંક ખાતામાં અપૂરતા નાણાભંડોળના કારણે પરત ફર્યો હતો. બાકી રકમમાંથી હિતેન્દ્રસિંહે રૂ.5000 ચૂકવી આપ્યા હતાં.

બાકીની રકમ ન ચૂકવતા આશાબેને અદાલતમાં ચેક પરતની ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ ચાલી જતા અદાલતે આરોપી હિતેન્દ્રસિંહને ત્રણ મહિનાની કેદની સજા તથા બાકી રકમ ચૂકવી આપવાનો હુકમ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...