કાર્યવાહી:નવાગામ ઘેડમાં 2 રહેણાંક મકાનમાં 3 મોબાઈલ ચોરાયા, પોલીસે 1 શંકાસ્પદને ઉઠાવ્યો: સઘન પૂછપરછ સાથે તપાસ

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

જામનગરમાં નવાગામ ઘેડમાં બે રહેણાંક મકાનને તસ્કરોએ નિશાન બનાવી લીધા હતા અને રાત્રિના સમયે બંને રહેણાંક મકાનમાંથી ત્રણ નંગ મોબાઈલ ફોનની ચોરી કરી લઈ ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવી છે. પોલીસે સીસીટીવી કેમેરાની મદદથી એક શકમંદને ઉઠાવી લીધો છે અને વધુ પૂછપરછ હાથ ધરી છે.

ચોરીના આ બનાવની વિગત એવી છે કે, જામનગરમાં નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતા ચેતન રામકિશન કુશવાહા નામના પરપ્રાંતીય યુવાનના ભાડાના મકાનમાં દરમિયાન કોઈ તસ્કર ઘૂસ્યો હતો અને મકાનમાંથી જુદા જુદા બે મોબાઈલ ફોન ચોરી કરી લઇ ગયા હતા. ઉપરાંત બાજુમાં આવેલા પાડોશીના મકાનને પણ તસ્કરોએ નિશાન બનાવી લીધું હતું અને અંદરથી વધુ એક મોબાઈલ ફોનની ઉઠાંતરી કરી લીધી હતી, જે ત્રણેય રૂપિયા 34,500ની કિંમતના મોબાઈલ ફોનની ચોરી અંગે ચેતન કુશવાહાએ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદના અનુસંધાને સીટી-બી ડિવિઝનનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને આસપાસના વિસ્તારના સીસીટીવી કેમેરાની મદદથી તસ્કરની ઓળખ મેળવવા કાર્યવાહી હાથ ધરી હતી અને એક શકમંદને ઉઠાવી લીધો છે તેની પૂછપરછ લાવવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...