કાર્યવાહી:જામજોધપુર, ધ્રોલ અને જોડિયામાં દારૂના 3 દરોડા

જામનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 1 શખસ ઝડપાયો​​​​​​​, જ્યારે 2 શખસ નાસી ગયા

જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના પીઠડ ગામ માં એક રહેણાંક મકાન પર પોલીસે દારૂ અંગે દરોડો પાડ્યો છે અને 19 નંગ ઈંગ્લીશ દારૂની બોટલનો જથ્થો કબ્જે કર્યો છે. જે દારૂનો ધંધાર્થી મકાન માલિક ફરાર થઈ ગયો હોવાથી પોલીસ તેને શોધી રહી છે.

આ દરોડાની વિગત એવી છે કે, જોડિયા તાલુકાના પીઠડ ગામમાં રહેતા મનસુખ નારૂભાઈ બરબસીયા નામના શખસ દ્વારા પોતાના રહેણાંક મકાનમાં ઈંગ્લીશ દારૂની બાટલીનો જથ્થો ઉતારવામાં આવ્યો છે, તેવી ચોક્કસ બાતમીના આધારે જોડિયા પોલીસે દરોડો પાડયો હતો અને મકાનમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો કબજે કર્યો હતો. પોલીસના દરોડા સમયે આરોપી મકાનમાલિક મનસુખ નારૂભાઈ ભાગી છૂટયો હોવાથી તેને ફરારી જાહેર કરી શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે.

દારૂ અંગેનો બીજો દરોડો જામજોધપુર તાલુકાના મેલાણ ગામમાં પાડવામાં આવ્યો હતો જ્યાં રહેતા બાવન રૈયાભાઈ છેલાણાના મકાન પર પોલીસે દરોડો પાડી 6 નંગ ઈંગ્લીશ દારૂની બોટલ કબજે કરી છે જે આરોપી ભાગી છૂટયો હોવાથી પોલીસે તેને ફરારી જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.

આ ઉપરાંત દારૂ નો ત્રીજો દરોડો ધ્રોલ નજીક લતીપર ગામમાં પાડવામાં આવ્યો હતો જયાં રહેતા નિતીન પ્રવીણભાઈ વડોદરિયા 19 નંગ ઈંગ્લીશ દારૂની બાેટલના જથ્થા સાથે પકડી લેવાયો છે તેની વધુ પુછપરછ હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...