તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોલીસની ક્રૂરતા:જામનગરના યુવાનને ગોંધી રાખી, માર મારી, ઇલેક્ટ્રીક શોક દેવાના મામલે LCBના 3 કર્મચારી સામે ગુનો નોંધાયો

જામનગર5 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • ગુજસીટોકના આરોપી પૂર્વ પોલીસકર્મી વશરામ આહિર, મિતેશ પટેલ, કમલેશ રબારી સામે તપાસ

જામનગરમાં એલસીબીના ત્રણ કર્મચારીઓએ ઉપાડી જઇ ગુનો કબૂલ કરવા મારકૂટ કરી ધમકીઓ આપી ઈલેકટ્રીક શોક આપ્યા હતાં. આ અંગે 2018માં જામનગરની કોર્ટમાં ફરિયાદ થતાં કોર્ટે હાલ ગુજસીટોકના ગુનામાં જેલમાં રહેલા પૂર્વ પોલીસકર્મી સહિત 3 સામે ગુનો નોંધી તપાસનો આદેશ કર્યો છે.

ફરિયાદ પાછી ખેંચવાની ધમકી આપી હતી
શહેરના પ્રણામીનગર રણજીતસાગર રોડ પર રહેતા મહાવીરસિંહ દેવાજી જાડેજાને ગત તા.29-8-2018ના રોજ સાંજે 5 વાગ્યાના સુમારે એલસીબીના એએસઆઈ વશરામભાઈ આહિર, પોલીસ કોન્સ્ટેબલ કમલેશ રબારી અને મિતેશ પટેલે કારમાં બેસાડી એલસીબી લઈ ગયા હતાં. જ્યાં ધાકધમકી આપી તેના સાળા જયરાજસિંહ સોઢાએ કરેલી પોલીસ વિરૂદ્ધ ફરિયાદ પાછી ખેંચવાનું કહી મારકૂટ કરી પટ્ટા વડે માર મારી ઈલેક્ટ્રીક શોક આપ્યા હતાં અને તા.31-8ના રોજ જામીન પર મુક્ત કરીને ધમકી આપી હતી. તેણે જી.જી. માં સારવાર લીધા બાદ જામનગરની એડીશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી. જે ચાલી જતાં લાંબા સમય બાદ કોર્ટે હાલ ગુજસીટોકના ગુનામાં જેલમાં રહેલા પૂર્વ પોલીસકર્મી વસરામ આહિર, પોલીસ કોન્સટેબલ મિતેશ પટેલ અને કમલેશ રબારી સામે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવા હુકમ કરતા સિટી-એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

કેવી રીતે ટોર્ચર કરાયો?
પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર મહાવીરસિંહને એલસીબીમાં લઈ ગયા બાદ ગાળો કાઢી મારકૂટ ચાલુ કરી હતી જે પછી બંને હાથ પાછળ હથકડી બાંધી જમીન પર સૂવડાવી ઘંટીના જાડા પટા વડે માર માર્યો હતો જે બાદ શોકના મશીન વડે બંને હાથના અંગુઠા તથા ગુપ્ત ભાગે રીંગ પહેરાવી ઈલેક્ટ્રીક શોક આપ્યો હતો જેનાથી મહાવીરસિંહ અર્ધ બેભાન થઈ ગયા હતા.

કોર્ટના આદેશથી એમ-કેસ નોંધ્યો છે: PI
એડિશિનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેકની કોર્ટના આદેશથી સીઆરપીસી 154 મુજબ એફઆઈઆર નોંધવામાં આવી છે જેની હવે તપાસ શરૂ કરી દેવાઈ છે.-એમ.જે. જલુ, પોલીસ ઈન્સ્પેક્ટર, સિટી-એ ડિવિઝન, જામનગર.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો