દ્વારકામાં વીજ-કરન્ટની બે ઘટનામાં ત્રણ મોત:ખેતરમાં રમતી બાળકી પર જીવતો વીજ વાયર પડ્યો, વીજપોલ રિપેર કરનારને બચાવવા જતાં બીજા યુવકને કરંટ લાગ્યો

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચાસલાણા ગામે વીજપોલ પર રિપેરિંગ કરતાં યુવકને કરંટ લાગ્યો
  • ગઢકા ગામમાં ખેતરમાં રમતી બાળકી પર જીવતો વાયર પડતાં મોત

દેવભૂમિ દ્વારકામાં વીજ-કરન્ટ લાગતાં 3 વ્યક્તિનાં મોત નીપજ્યાં હતાં હોવાની ઘટના સામે આવી છે. બે અલગ અલગ ઘટનામાં આઠ વર્ષની બાળકી સહિત ત્રણ લોકોનાં મોત થતાં સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઇ છે. જિલ્લાના ચાસલાણા ગામે વીજપોલ પર રિપેરિંગ કરતા યુવાનને કરંટ લાગતાં તેને બચાવવા ગયેલા યુવકનું પણ કરંટ લાગતાં મોત થયું હતું. જ્યારે જીવંત વીજ વાયર માથે પડતાં ગઢકા ગામમાં આઠ વર્ષીય બાળાનું મોત થયું હતું.

એકને બચાવવા જતાં બીજા યુવાનને કરંટ લાગ્યો
જિલ્લાના ચાસલાણા ગામે 30 વર્ષીય યુવાન ઇલેક્ટ્રિક પોલ પર કામ કરી રહ્યો હતો. ત્યારે ટીસીના એંગલ પર ચોંટી ગયો હતો, જેને જોઇ નીચે ઉતારવા જતા અન્ય 47 વર્ષીય યુવાનને પણ કરંટ લાગતાં બંનેનાં મોત થયાં હતાં.

પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડ્યા
કલ્યાણપુર તાલુકાના ચાસલાણા ગામે ખેતરમાં સબ-સ્ટેશન પર રિપેરિંગ કામગીરી કરતા જતી એક વ્યક્તિને વીજ-કરન્ટ લાગ્યો હતો. ત્યાર બાદ બીજી વ્યક્તિ તેને બચાવવા જતાં તેને પણ વીજ-કરન્ટ લાગતાં 2 લોકોનાં મોત નીપજ્યાં હતાં. બનાવની જાણ થતાં કલ્યાણપુર પોલીસને થતાં ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પીએમ અર્થે ખસેડ્યા હતા.

ખેતરમાં રમતી બાળકી પર જીવંત વાયર પડતાં મોત
બીજી ઘટનામાં કલ્યાણપુરના ગઢકા ગામે ખેતરમાં જીવંત વીજ વાયર નીચે પડતાં બાળકીનું મોત થયું છે. બાળકી ખેતરમાં રમતી હતી. વીજ-કરન્ટની 2 ઘટનામાં કુલ 3 મોત નીપજતાં કલ્યાણપુર પંથકમાં શોક ફેલાઈ ગયો છે.

અન્ય સમાચારો પણ છે...