તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સળગતા ફટાકડાના ઘા કરવાની ના પાડતા હત્યાનો પ્રયાસ, છરીના ઘા ઝીંકતા આઘેડ ગંભીર ઇજા પહોંચી
જામનગરમાં છત પરથી સળગતા ફટાકડાના ઘા કરવાની ના પાડતા આધેડની હત્યાનો પ્રયાસ કરવામાં આવતા ચકચાર જાગી છે. આડેધડ છરીના ઘા ઝીંકતા આધેડને ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે. પોલીસે આધેડની ફરિયાદ પરથી જાનથી મારી નાખવાના ઇરાદે હુમલો કરનાર બે શખસો સામે હત્યા પ્રયાસનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. શહેરમાં મચ્છરનગરમાં રહેતા ક્રિપાલસિંહ સુરૂભા જાડેજા(ઉ.વ.54) શનિવારે મોડી રાત્રીના 2.30 વાગ્યા આસપાસ મોટરસાયકલ લઇને પોતાના ઘર પાસેથી જઇ રહ્યા હતાં.
ત્યારે આ વિસ્તારમાં રહેતો હીરેન ઝાલા છત પરથી સળગતા ફટાકડાના ઘા કરતો હોય ક્રિપાલસિંહના મોટર સાયકલ પાસે સળગતો ફટાકડો પડયો હતો. આથી ક્રિપાલસિંહે સળગતા ફટાકડા છત પરથી ઘા કરવાની ના પાડતા હીરેન ઝાલા અને રવિરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજાએ ઉશ્કેરાઇને ક્રિપાલસિંહને ગાળો ભાંડી હતી. આટલું જ નહીં જાનથી મારી નાખવાના ઇરાદે ક્રિપાલસિંહને આડેધડ છરીના ધા ઝીંકતા તેને ઇજા થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતાં. પોલીસે બંને શખસો સામે હત્યા પ્રયાસનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આડા રોકેટ ફોડવાની ના પાડતા યુવાન પર સશસ્ત્ર હુમલો, ખડખડનગરમાં બનેલો બનાવ, ત્રણ શખ્સ તૂટી પડ્યા
જામનગરમાં નવાગામ ઘેડ વિસ્તારમાં ખડખડનગરમાં આડા રોકેટ ફોડવાની ના પાડતા યુવાન પર ત્રણ શખસોએ હુમલો કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાતા ચકચાર જાગી છે. યુવાન તેના ભાઇ સાથે ઘરની બહાર મિત્ર સાથે વાતચીત કરતો હતો. શહેરમાં નવાગામ ઘેડ વિસ્તારમાં ખડખડનગરમાં રહેતો પ્રદીપ ભીમજીભાઇ કંસારા(ઉ.વ.37) શનિવારે રાત્રીના 11.30 વાગ્યા આસપાસ પોતાના મોટાભાઇ કીરીટભાઇ અને તેના મિત્ર મુકેશભાઇ સાથે ઘરની બહાર વાતચીત કરતો હતો.
આ દરમ્યાન આ વિસ્તારમાં રહેતા સંજયસિંહ બહાદુરસિંહ, રવિરાજસિંહ કાળુભા જાડેજા અને ઘોઘો નામના શખસો ફટાકડા ફોડતા અને આડા રોકેટ છોડતા હતાં. આથી પ્રદીપ તેને સમજાવવા જતાં ત્રણેય શખસોએ ઉશ્કેરાઇને લાકડાના ધોકા વડે પ્રદીપ પર હુમલો કરી ઢીકાપાટુનો માર માર્યો હતો. આથી પ્રદીપને ઇજા પહોંચી હતી.બનાવ અંગે પ્રદીપે ફરિયાદ નોંધાવતા પોલીસે હુમલો કરનાર ત્રણેય શખસો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. બનાવ બાદ ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં.
મફતમાં ફટાકડા ન આપતા દુકાનદારને ફડાકા ઝીંક્યા, દુકાનદારને છરી બતાવીને ધમકી આપ્યા બાદનું કૃત્ય
જામનગરમાં ઇન્દ્રદીપ સોસાયટીમાં મફતમાં ફટાકડા ન આપતા બે શખસોએ દુકાનદારને ફડાકા ઝીંકી છરી બતાવી ધમકી આપ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાતા ચકચાર જાગી છે. પોલીસે ધમાલ મચાવનાર બંને શખસો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. શહેરમાં ઇન્દ્રદીપ સોસાયટીમાં રહેતા બાલકૃષ્ણ ભગવાનજી જામવેચા(ઉ.વ.48) એ પોતાના ધર પાસે ફટાકડાની દુકાન હોફ શનિવારે રાત્રીના 9 વાગ્યાની આસપાસ સફેટ ટી-શર્ટ પહેરેલો અજાણ્યો શખસ આવ્યો હતો ફટાકડા લીધા હતાં.
આથી બાલકૃષ્ણભાઇએ ફટાકડાના નાણાં માંગતા અજાણ્યો શખસ ઉશ્કેરાયો હતો અને બાલકૃષ્ણભાઇને ફડાકો ઝીંકી દીધો હતો. ત્યારબાદ તેને નવાગામ ઘેડમાં રહેતા લાલો ઝાલા નામના શખસને બોલાવ્યો હતો અને બંનેએ દુકાનદાર અને દુકાનપર બેસેલા પારસભાઇને છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.બનાવ અંગે બાલકૃષ્ણભાઇએ ફરિયાદ નોંધાવતા પોલીસે બંને શખસો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ બનાવથી પટેલ કોલોની આસપાસના વેપારીઓમાં ભારે રોષ ફેલાઇ ગયો છે.
પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.