જગતનો તાત ખુશખુશાલ:ધ્રોલમાં 3, ખંભાળિયામાં 1, જામનગરમાં અડધો ઇંચ વરસાદ

જામનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પખવાડીયાના વિરામ બાદ 6 તાલુકામાં અડધાથી પોણા ત્રણ ઇંચ, કલ્યાણપુરમાં પોણો ઇંચ વરસાદ
  • જામજોધપુર-લાલપુરમાં સાંજ સુધી હળવા ઝાપટા પડ્યા, કાલાવડમાં 16 મીમી અને જાેડિયામાં પણ સવા ઇંચ જેટલો વરસાદ વરસી જતાં આનંદ

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શનિવારે વહેલી સવારથી ફરી મેઘરાજાનો નવો રાઉન્ડ શરૂ થયો છે જેમાં ધ્રોલમાં ઘોધમાર પોણા ત્રણ ઇંચ પાણી વરસી ગયુ હતુ.જયારે જોડીયામાં વધુ સવા ઇંચ, જામનગર શહેરમાં ગાજવિજ સાથે અડધો ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો.દેવભૂમિના મુખ્ય મથક ખંભાળિયામાં ફરી મેઘરાજા ઓળધોળ થતા વધુ એક ઇંચ વરસાદ સાંજ સુધીમાં પડયો હતો.

જામનગર શહેરમાં શનિવારે પરોઢીયે ગાજવિજ સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો લગભગ એકાદ કલાક સુધી વરસેલા વરસાદે વધુ 15 મીમી પાણી ઠાલવી દીધુ હતુ.જયારે ધ્રોલમાં પરોઢીયે મેઘરાજાએ મુકામ કરતા ચાર કલાકમાં જ બે ઇંચથી વધુ પાણી વરસાવી દેતા માર્ગો ફરી જળબંબોળ થયા હતા.

મોડી સાંજે વધુ પોણા ઇંચ પાણી વરસ્યંુ હતું. જોડીયા પંથકમાં પણ વહેલી સવારે મંડાયેલા મેઘરાજાએ બપોર સુધીમાં 30 મીમી વરસાદ વરસાવ્યો હતો.જયારે કાલાવડમાં પણ વધુ 16 મીમી પાણી વરસ્યુ હતુ.જામજોધપુર-લાલપુરમાં સાંજ સુધી ઝાપટા પડયા હતા. ખંભાળિયામાં સવારે મેઘરાજાએ પુનરામગન કર્યુ હતુ.જેના પગલે બપોર સુધીમાં એકાદ ઇંચ પાણી વરસ્યુ હતુ.જયારે કલ્યાણપુરમાં 16 મીમી વરસાદ સાંજ સુધીમાં નોધાયો હતો. દ્વારકામાં સવારે હળવા ઝાપટા વરસ્યા હતાં.

હડીયાણામાં પોણા બે, જાલીયા દેવાણી-વસઇમાં સવા ઇંચ
જામનગર ગ્રામ્ય પંથકમાં શુક્રવારે મોડી રાત્રે મંડાયેલા મેઘરાજાએ શનિવારે સવારે પુરા થતા 24 કલાક સુધીમાં હડીયાણામાં વધુ 55 મીમી, જાલીયા દેવાણી અને વસઇમાં વધુ 30-30 મીમી, નિકાવામા઼ 25 મીમી તેમજ અન્યત્ર પણ અડધા ઇ઼ચ સુધીનો વરસાદ વરસાવી દિધાનુ સતાવાર સુત્રોએ જણાવ્યુ છે.

દેવભૂમિ દ્વારકામાં 10/11 ઓગષ્ટના ભારે વરસાદની આગાહી
હવામાન ખાતાના વેધર ફોરકાસ્ટ બુલેટીન મુજબ દેવભૂમિ જિલ્લામાં તા.10/08થી તા.11/08સુધી ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. જેથી જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયો છે.ભારે વરસાદના કારણે જિલ્લાના જળાશયોના લો લાઈંગ એરીયામાંથી તેમજ અન્ય નિચાણવાળા વિસ્તારોમાંથી સ્થળાંતર માટેની પૂર્વ તૈયારી અગાઉથી જ કરવી તથા નદીપટ્ટ વિસ્તારમાં તેમજ ડેમની આજુબાજુનાં વિસ્તારમાં લોકોની અવરજવર ન થાય તેની તકેદારી રાખવા તેમજ ઓવરટેપીંગ વાળા રસ્તા પર બેરીકેટીંગ કરવા અને સતર્કતાનાં તમામ પગલાં લેવા જીલ્લા કલેકટરે અધિકારીઓને સાબદા રહેવા જણાવ્યું છે.દરમ્યાન કોઈ દુર્ઘટના કે બનાવ બને તો તેની તાત્કાલિક જિલ્લા કલેકટર કચેરીના ડીઝાસ્ટર કંટ્રોલ રૂમ ખાતે ફોન નંબર 02833232125 / 232084 તથા ટોલ ફી નંબર 1077 તેમજ DEOC મોબાલઈ નંબર 7859923844 ઉપર જાણ કરવા જણાવાયુ છે.

ખંભાળિયા ગ્રામ્યમાં અડધાથી એકાદ ઇંચ સુધીનો વરસાદ
દેવભૂમિ માં 5/6/7 ઓગસ્ટ વરસાદ હળવો શરૂ થશે તેવી ખંભાળીયાના હવામાન આગાહીકાર કનુભાઈ કણઝારીયાની આગાહી સાચી પડી હોય ખંભાળીયા-દ્વારકામાં હળવો વરસાદ શરૂ થયો છે.ખંભાળીયા જામનગર રોડ પર એસ્સાર, નયારા કંપનીના વિસ્તારો આજુબાજુના ગામોમાં પણ શુક્રવારે અડધાથી પોણો ઇંચ વરસાદ થયો હતો.કનુભાઈ કણઝારીયાએ જણાવેલ કે વરસાદની સિસ્ટમ અપડેટ થતા હવે રોજ વરસાદ વધતો જશે તા.8/9/10 ભારે વરસાદ આવશે. અને 13/8સુધી વરસાદ ચાલુ રહેશે. તે પછી જ નવો રાઉન્ડ પૂરો થશે.

અન્ય સમાચારો પણ છે...