સમસ્યા:જામનગરમાં વાહનચાલકે પાવર સપ્લાય કરતા વાયરને હડફેટે લેતા 3 કલાક વીજ પુરવઠો ખોરવાયો

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પીજીવીસીએલની ટીમ દ્વારા આખી રાતની કવાયત બાદ વિજપૂરવઠો પુન: કાર્યરત કરવામાં આવ્યો

જામનગરમાં કાશી વિશ્વનાથ મંદિર રોડ પર ગુરુવારે રાત્રે 12:00 વાગ્યની આસપાસ કોઈ હેવી વાહનનો ચાલકે પોતાના વાહનમાં લો ટેન્શન વિજ લાઇનનો જીવંત વિજ વાયરને હડફેટે લેતા વાયર ખેંચાયો હતો. જેના કારણે ધડાકા અને સ્પાર્ક થયા પછી એકી સાથે છ ગાળાના ઈલેક્ટ્રીક વાયરો તૂટીને જમીન પર પડ્યા હતા. જો કે સદનસીબે કોઈ અઘટીત બનાવ બન્યો ન હતો. વાયર જમીનદોસ્ત થતા કે વી રોડ પરના આસપાસના વિસ્તારમાં અંદાજે ત્રણ કલાક સુધી વીજપુરવઠો ખોરવાઈ ગયો હતો.

આ ઘટનામાં જામનગર મહાનગરપાલિકાની સ્ટ્રીટલાઇટના 6 ગાળાના ઈલેક્ટ્રીક વાયરો પણ તૂટયા હોવાથી અંધારપટ છવાયો હતો. જે અંગે વિજતંત્રને જાણ કરાતાં સેન્ટ્રલ ઝોન સબ ડિવિઝનના નાયબ ઇજનેર અજય પરમાર, જુનિયર ઇજનેર જોશી તથા અન્ય ટેક્નિકલ સ્ટાફ સહિતની ટુકડી ઘટનાસ્થળે દોડી ગઈ હતી, અને વેહલી સવારે 3વાગ્યા સુધીમાં વીજ પુરવઠાને પૂર્વવત કરવા આવ્યો હતો. આ સાથે જ મહાનગરપાલિકાની લાઈટ શાખાની ટુકડી પણ જોડાઈ હતી. સ્ટ્રીટ લાઈટ નો પાવર પણ ચાલુ કરી દેવાયો હતો. વીજ તંત્ર દ્વારા આ અકસ્માત સર્જીભાગી છુટેલા વાહન ચાલકની સીસીટીવી કેમેરાની મદદથી શોધખોળ થઇ રહી છે.

વાલકેશ્વરી વિસ્તારમાં ટ્રાન્સફોર્મરમાં પક્ષી ચડી જતા સ્પાર્ક થયો
જામનગરના વાલ્કેશ્વરી નગરી વિસ્તારમાં ગુરુવારે મોડી સાંજે વીજ ટ્રાન્સફોર્મર માં કોઈ પક્ષી અથવા તો ખિસકોલી જેવું પ્રાણી ચડી ગયું હોવાથી ટ્રાન્સફોર્મરમાં સ્પાર્ક થયો હતો, અને એકી સાથે ત્રણ ગાળાના વીજ વાયરના જંપર ઉડી ગયા હતા જેને કારણે વાલ્કેશ્વરી વિસ્તારમાં વીજપુરવઠો ખોરવાયો હતો. જેથી હાઇટેન્શન લાઇન તેમજ લો ટેન્શન લાઈન સહિતની વિજ તંત્ર ની બંને ટુકડીઓ દ્વારા દોઢ કલાકની જહેમત પછી વીજ પુરવઠો પૂર્વવત બનાવી દેવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...