ગૌરવ:3 દિવ્યાંગ ખેલાડીઓની પસંદગી થઈ

જામનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 21મી નેશનલ પેરા એથ્લેટીક્સ-2 022-23માં ભાગ લેવા જશે

આગામી તા.20 માર્ચ સુધી મહારાષ્ટ્રના પુનામાં શિવ છત્રપતિ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, બાલેવાડી ખાતે 21મી નેશનલ પેરા એથ્લેટીક્સ ચેમ્પિયનશિપ 2022-23નું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે જામનગર તાલુકાના અલિયાબાડા ગામમાંથી સિનિયર દિવ્યાંગ ખેલાડી બિપીન અમૃતીયાના માર્ગદર્શન હેઠળ 4 દિવ્યાંગ ખેલાડીઓ સ્પર્ધામાં ભાગ લેવા જશે.

જેમાં જામજોધપુર તાલુકાના શેઠવડાળા ગામના અસ્થીવિષયક દિવ્યાંગ ખેલાડી ચંદ્રેશ બગડા ઊંચી કૂદ કેટેગરી, દેવભૂમિ દ્વારકા જિલ્લાના નેહા ગઢવી ચક્ર ફેંક કેટેગરીમાં, જામનગર તાલુકાના દિપક સંચાણીયા અને ભારતી રોઠોડ ગોળા ફેંક કેટેગરીમાં ભાગ લેવા જશે. જામનગરના દિવ્યાંગ ખેલાડીઓની નેશનલ લેવલની સ્પોર્ટ્સ કોમ્પિટિશનમાં પસંદગી થવા પર જિલ્લાનું ગૌરવ વધાર્યું છે તેમ જામનગર દિવ્યાંગ સમાજ પ્રમુખ સત્તારભાઈ એમ. દરદાજા દ્વારા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...