સમ્પ સફાઇની કામગીરી:જામનગરમાં કાલથી 3 દિવસનો પાણી કાપ

જામનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નર્મદા કેનાલની મશીનરી બદલવાની કામગીરીના કારણે 20 એમએલડી પાણીનો જથ્થો નહીં મળે
  • શહેરના જુદા-જુદા વિસ્તારોમાં પાણી વિતરણ બંધના બીજા દિવસે પાણી આપવામાં આવશે

નર્મદા કેનાલ આધારિત મોરબી પમ્પીંગ સ્ટેશને પમ્પીંગ મશીનરી અને સંલગ્ન ઉપકરણો બદલવાની કામગીરી તથા સમ્પ સફાઇની કામગીરીના કારણે જામનગર શહેરમાં તા.14 થી 16 સપ્ટેમ્બર એટલે કે 3 દિવસ પાણી કાપ ઝીંકાયો છે. કારણ કે નર્મદા કેનાલમાંથી શહેરને દરરોજ મળતો 20 એમએલડી પાણીનો જથ્થો બંધ રહેશે. શહેરના જે વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રહેશે તેના બીજા દિવસે પાણી આપવામાં આવશે.

ગુલાબનગર ઇએસઆરના ઝોન-બી હ઼ેઠળના નાગેશ્વર, ભીમવાસ, ભારતવાસ, બારદાનવાલા કોમ્પલેકસ, સ્વામી નારાયણનગર, રાજપાર્ક, રંગમતી પાર્ક, રમણપાર્ક, રવિપાર્ક, આદિત્ય, રાધેક્રિષ્ન પાર્ક, લાલવાડી, ઉમિયાનગર, માણેકનગર, શાંતિવન સોસાયટી, હાપા સહિતના વિસ્તારોમાં તા.14ના બદલે તા.15ના પાણી વિતરણ થશે. ગોકુલનગર ઇએસઆરર ઝોન-એ હેઠળના દલવાડી સોસાયટી, સોમનાથ સોસાયટી, મથુરાનગર, ગોકુલનગર, રામનગર, દ્વારકેસ સોસાયટી, અયોધ્યાનગર, સરદારનગર, સરદારપાર્ક, માધવબાગ, મયુરએવન્યુ સહિતના વિસ્તારોમાં તા.14 ના બદલે તા.15 ના પાણી વિતરણ થશે.

બેડી, નવાગામ, રવિપાર્ક ઇએસઆરના વિસ્તારોને 17 સપ્ટેમ્બરના પાણી મળશે
બેડી ઇએસઆર હેઠળના જોડિયાભુંગા, પાણાખાણ નવી લાઇન, દિવેલીયા ચાલી, બોન મીલ, એકડેએક બાપુ વિસ્તાર, સલીમબાપુ મદ્રેસા, નવાગામ ઇએસઆરના ખડખડનગર, જાશોલીયા સોસાયટી, ગાયત્રી ચોક, માડમફળી, મધુવન સોસાયટી, આનંદ સોસાયટી, વિનાયક પાર્ક, જશવંત સોસાયટી, વિમલ પાર્ક, સરસ્વતી સોસાયટી, માતૃઆશિષ-4 તેમજ 5, માસ્તર સોસાયટી, વિમલ પાર્ક, કેશુભાઇની વાડી, રવિપાર્ક ઇએસઆર હેઠળના મયુરનગર, ડીફેન્સ કોલોની, બાલાજી પાર્ક, આનંદ કોલોની, મહાવેદ નગર, યાદવ નગર સહિતના વિસ્તારોમાં તા.16 ના બદલે 17 સપ્ટેમ્બરના પાણી વિતરણ કરવામાં આવશે.

આ વિસ્તારોમાં 15 ના બદલે 16 સપ્ટેમ્બરના પાણી આપવામાં આવશે
શંકરટેકરી ઇએએસઆર ઝોન-એ હેઠળના જામનું ડેરૂં,ખંભાળિયા નાકાથી સેન્ટ્રલબેંક વિસ્તાર, હવાઇચોક, નાગરચકલો, હવેલી વિસ્તાર, પંચેશ્વર ટાવર, વંડાફળી, કડીયાવાડ, ત્રણ દરવાજા, ભાનુશાળી વાડ, ખોજાવાડ, બર્ધનચોક, વાણીયાવાડ, ચાંદીબજાર, પવનચકકી ઢાળિયો, સૂરજબાગ, લાલખાણ, બેડીગેઇટ, ગ્રેઇન માર્કેટ, કેવી રોડ, ત્રણ દરવાજા, લંધાવાડનો ઢાળીયો, રત્નબાઇની મસ્જિદ, ખોજાવાડ, રંગુનવાલા ચોક, દરબારગઢ, લુહારસાર, ગઢની રાગ વિસ્તાર, લીંડીબજાર, બર્ધનચોક, સુભાષ શાકમાર્કેટ, ખારવા ચકલો, પવનચકકી ઢાળીયો, કિશાનચોક, ટીટોડી વાડી, ખાઇફળી, પીળી બંગલી રોડ, ગુલાબબાગ, સુરજબાગ, દેવુભાનો ચોક સહિતના વિસ્તારોમાં તા.15 સપ્ટેમ્બરના બદલે 16 સપ્ટેબરના પાણી વિતરણ કરાશે. જયારે શંકરટેકરી ઇએસઆર ઝોન-બી હેઠળના વિસ્તારોમાં ત્યારબાદના દિવસે પાણી આપશે.

અન્ય સમાચારો પણ છે...