શિક્ષાત્મક કાર્યવાહી:જામનગર જિલ્લા સહકારી બેંકના 3 કલાર્ક ફરજ મુક્ત

જામનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સતત કપાત પગારે રજા પર રહેતા કાર્યવાહી
  • ભેંસદડ, સીદસર, મોડપુરના કર્મીનો સમાવેશ

જામનગર જિલ્લા સહકારી બેંકના 3 કલાર્કને ફરજ મુકત કરવામાં આવ્યા છે. સતત કપાત પગારે રજા પર રહેતા ચેરમેન દ્વારા શિક્ષાત્મક કાર્યવાહી કરાઇ છે. બરતરફ કરાયેલા કર્મચારીઓમાં ભેસદડ, સીદસર અને મોડપુર શાખાના કર્મચારીનો સમાવેશ થાય છે.

જામનગર ડિસ્ટ્રીકટ કો-ઓપરેટીવ બેંકના જે કર્મચારીઓ લાંબા સમયથી રજા ઉપર છે. આટલું જ નહીં બેંકને જાણ પણ કરી નથી તેમજ કર્મચારી સતત કપાત પગારે રજા ઉપર રહે છે તેવા કર્મચારીઓ સામે બેંકના ચેરમેન દ્વારા શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવી છે.

જે અંતર્ગત બેંકની ભેસદડ શાખાના પ્યુન આશિષ દિપકભાઇ ભટ્ટ, સીદસર શાખાના કલાર્ક ગીરીશકુમાર શાપરિયા અને મોડપુર શાખાના કલાર્ક કીશન ઇલેશભાઇ પટેલને નોકસરીમાંથી ફરજ મુકત કરવામાં આવ્યા છે.

બેંકના ચેરમેન દ્વારા બેંકના અનિમિયત સ્ટાફ સામે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવતા અન્ય કર્મચારીઓમાં ભારે ફફડાટની લાગણી ફેલાઇ છે. આટલું જ નહીં બેંકમાં જે ફ્રોડ થયા હતા તેની તપાસ સીઆઇડી ક્રાઇમ બ્રાંચને સોપવાની કામગીરી શરૂ કરી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...