LCBની કાર્યવાહી:જામનગરમાં એરપોર્ટ પાસેથી દારૂની 9 બોટલ સાથે 3 ઝબ્બે

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મુંબઈથી વિમાનમાં ઉતર્યા બાદ દારૂ સાથે ઘૂસતા LCBએ દબોચી લીધા
  • દારૂ અને 5 કિંમતી મોબાઇલ સહિત રૂ. 2.47 લાખની માલમત્તા કબજે

જામનગરમાં એરપોર્ટ ગેઇટ પાસે સ્થાનિક ગુના શોધક શાખાએ બાતમીના આધારે વોચ ગોઠવી મુંબઇથી આવેલા ત્રણ નબીરાને ઇંગ્લીશ દારૂની નાની મોટી નવ બોટલ સાથે પકડી પાડયા હતા. પકડાયેલા ત્રણેય શખસો મુંબઇથી એર ઇન્ડીયાની ફલાઇટમાંથી ઉતર્યા બાદ એલસીબીએ દારૂ સાથે ત્રણેયને પકડી પાડી દારૂ અને કિ઼મતી મોબાઇલ સહિત રૂ.2.47 લાખની મતા કબજે કરી હતી. ઼

પોલીસસુત્રોમાંથી મળતી વિગત અનુસાર શહેરમાં સ્થાનિક ગુના શોધક શાખાના ઇન્ચાર્જ પી.આઇ. કે.કે. ગોહિલના માર્ગદર્શન હેઠળ પોલીસ ટુકડી પેટ્રોલિંગ કરી રહી હતી જે વેળા હેડ કોન્સ. દોલતસિંહ જાડેજા અને સુરેશભા માલકિયા સહિતની ટીમને દારૂ સંદર્ભે બાતમી મળી હતી.

જેના આધારે પોલીસે એરપોર્ટ વિસ્તારમાં વોચ ગોઠવી ગેઇટ પાસે પસાર થતા રાહુલ મનોહરભાઇ રોહેરા, વિજય મોહનભાઇ કટારમલ ઉપરાંત નુરમામદ સાજીદભાઇ રાજકોટીયાને દબોચી લીધા હતા જેની તલાશી લેતા તેના કબજામાંથી ઇંગ્લીશ દારૂની નાની મોટી 17 બોટલ મળી આવી હતી.આથી પોલીસે રૂ. 17 હજારની કિંમતનો દારૂ ઉપરાંત જુદા જુદા પાંચ કિંમતી મોબાઇલ સહિત રૂ. 2.47 લાખની માલમતા કબજે કરી હતી.પોલીસે ત્રણેય સામે પ્રોહિબિશન એકટ હેઠળ ગુનો નોંધ્યો છે.સ્થાનિક ગુના શોધક શાખાના સકંજામાં સપડાયેલા ત્રણેય મુંબઇથી આવતી એર ઇન્ડીયાની ફલાઇટમાં જામનગર ખાતે ઉતર્યા હતા જે મુંબઇથી દારૂ સાથે લાવ્યાનુ પ્રાથમિક પોલીસ તપાસમાં ખુલ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...