તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોર્ટનો ચુકાદો:જામનગર-જોડિયાના 3 દુષ્કર્મ કેસમાં 3 આરોપીને 10-10 વર્ષ કેદની સજા

જામનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • સગીર યુવતીઓના અપહરણ કરી દુષ્કૃત્ય આચર્યું હતું: 4 વર્ષ પહેલાં પોલીસ ફરિયાદ નોંધાઇ હતી

જામનગર શહેરના શંકરટેકરી અને ગુલાબનગર વિસ્તારમાંથી ચાર વર્ષ પહેલાં બે સગીરા તથા જોડિયા તાલુકામાંથી સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ ગુજારવામાં આવ્યાની પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. આ ત્રણેય કેસ ચાલી જતાં અદાલતે ત્રણેય આરોપીને દસ-દસ વર્ષની કેદની સજા ફટકારી છે.

જામનગરના શંકરટેકરી વિસ્તારમાં રહેતા એક પરિવારની 15 વર્ષની પુત્રીને વર્ષ-2016માં સાગર કરશનભાઈ સોલંકી નામનો શખસ લચાવી-ફોસલાવી અપહરણ કરી ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાઇ હતી. સાગરે તે બાબતની વાત કરવા ગયેલા સગીરાના પરિવારને હડધૂત કર્યાનું પણ પોલીસ ફરિયાદમાં જાહેર થયું હતું. આથી પોલીસે આરોપી સામે ગુન્હો નોધી તેની ધરપકડ કરી હતી. જોડીયા તાલુકામાંથી વર્ષ-2017માં શ્રમિક પરિવારની સગીર પુત્રીનું રાહુલ ગેલાભાઈ પરમાર નામના શખ્સે અપહરણ કરી તેણી પર દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાઇ હતી. જામનગરના ગુલાબનગર વિસ્તારમાં રહેતા એક પરિવારની 17 વર્ષની પુત્રીને ચારેક વર્ષ પહેલા ગણેશ માનસીંગ કંસારા નામનો શખસ અપહરણ કરી લઈ જઇ તેણી પર વારંવાર દુષ્કર્મ ગુજાર્યું હતું.

આ બનાવની પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. દુષ્કર્મના આ ત્રણેય કેસ પોકસો અદાલતમાં ચાલી જતાં ન્યાયમૂર્તિ કે.આર.રબારીએ આરોપી સામે રજુ થયેલા પુરાવા, જુબાની અને તબીબી અભિપ્રાયોને ગ્રાહ્ય રાખી ત્રણેય આરોપીને તકસીરવાન ઠેરવી 10-10 વર્ષની કેદની સજા ફટકારી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો