ખેલ મહાકુંભ-૨૦૨૨:જામનગરમાં સ્પે.ખેલ મહાકુંભની માનસિક ક્ષતિગ્રસ્ત ખેલાડીઓની તારીખ 29મીએ સ્પર્ધા

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધનવંતરી મેદાનમાં યોજાનારી સ્પર્ધામાં ફોર્મ ભરેલા દિવ્યાંગો ભાગ લેશે

ગુજરાત સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગરના સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર સંચાલિત આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ખેલ મહાકુંભ-૨૦૨૨નું આયોજન કરવામાં આવેલ છે. જે અન્વ્યે દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પે.ખેલ મહાકુંભમાં વિવિધ કેટેગરી મુજબ માનસિક ક્ષતિગ્રસ્ત સ્પર્ધા તારીખ 25ના યોજાનાર હતી જે અનિવાર્ય કારણોસર તારીખ 29ના સવારે 8 વાગ્યે ધનવંતરી મેદાનમાં યોજાશે.

જેથી માનસિક ક્ષતિગ્રસ્તની સ્પર્ધામાં ફોર્મ ભરેલ દિવ્યાંગ ખેલાડીઓએ તારીખ 29ના સમયસર રીપોર્ટીંગ કરવાનું રહેશે. વધુ માહિતી માટે ઓમ ટ્રેનીંગ સેન્ટરના ડીમ્પલબેન મહેતા મો. 94292 70071નો સંપર્ક કરવા જણાવાયું છે. આ સ્પર્ધામાં ફોર્મ ભર્યું હોય તેવા દિવ્યાંગ ખેલાડીઓએ નિયત સમયે હાજર થવાનું રહેશે.

અન્ય સમાચારો પણ છે...