વિદેશી દારુની હેરાફેરી:જામનગરમાં બિનવારસી છોટા હાથીમાંથી 298 નંગ દારુની બોટલ ઝડપાઈ, બુટલેગરની શોધખોળ ચાલુ

જામનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક

જામનગરમાં નવા સ્મશાન પાસેના બેઠાં પુલ પરથી બિનવારસી છોટા હાથીમાંથી પોલીસે રૂ.1 લાખ 19 હજાર 200ની કિંમતની 298 નંગ દારૂની બોટલ ઝડપી હતી. એલસીબી પોલીસે દારુની બોટલ કબ્જે કરી બુટલેગરની શોધખોળ આરંભી છે.

પોલીસે કુલ 4 લાખ 19 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો
જામનગરના શિવપાર્ક નવી સ્મશાન પાસેના બેઠા પુલ નજીક દારૂનો જથ્થો ભરેલું વાહન હોવાની એલસીબીના પો.કો.અજયસિંહ ઝાલા, હેકો. યશપાલસિંહ જાડેજા અને હિતેન્દ્રસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સુચનાથી પીઆઇ કે.જે.ભોયે તથા ટીમે રેઇડ દરમ્યાન (GJ.10.TX.6774)નંબરના છોટાહાથી વાહનની તલાશી લેતાં તેમાંથી રૂ1 લાખ 19 હજાર 200ની કિંમતની દારૂની 298 બોટલ મળી આવતાં એલસીબીની ટીમે છોટાહાથી અને દારૂનો જથ્થો મળી કુલ રૂ 4 લાખ 19 હજાર 200ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કરી વાહન નંબરના આધારે માલિક અને બુટલેગરની શોધખોળ માટે ચક્રો ગતિમાન છે.

અન્ય સમાચારો પણ છે...