બોગસ સર્ટીફિકેટ કૌભાંડ:જામનગર, દ્વારકા, પોરબંદર અને સુરતના 28 લોકોએ બનાવટી સર્ટિફિકેટ બનાવ્યાનું ખુલ્યુ

જામનગર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • અલગ અલગ મરીન તાલીમ આપતી ઇન્સ્ટિટ્યુટના નામે સર્ટિફિકેટ બનાવતી ગેંગ પકડાઇ’તી
  • ખંભાળિયામાં પકડાયેલું બોગસ સર્ટિફિકેટ કૌભાંડ આંતર જિલ્લા હોવાનો ઘટસ્ફોટ

ખંભાળિયામાં એસઓજી પોલીસે ગત ડીસેમ્બરમાં જામનગર બેડીના એક શખ્સને શંકાસ્પદ 13 સર્ટીફિકેટ સાથે દબોચી લીધો હતો જેની ખરાઇ દરમિયાન મરીન તાલીમ આપતી ઇન્સ્ટીટયુટના બોગસ સર્ટીફિકેટ હોવાનુ ખુલ્યુ હતુ.આથી પોલીસે જામનગર અને બિહારમાં રહેતા શખ્સ સહિત 5 સામે ગુનો નોંધ્યો હતો.

આરોપી 13 શંકાસ્પદ સર્ટીફિકેટ સાથે ઝડપાયો
પોલીસ તપાસમાં બોગસ સર્ટીફિકેટ કૌભાંડ આંતર જિલ્લા હોવાનુ સામે આવ્યુ છે. 28 લોકોએ આવા બનાવટી સર્ટીફિકેટ બનાવડાવ્યા હોવાનુ ખુલ્યુ છે.​​​​​​​ દ્વારકાના એસપી નિતેષ પાંડેયના માર્ગદર્શન હેઠળ એસઓજીની ટીમે ખંભાળિયાની એક હોટલ પાસે ગત ડીસેમ્બરમાં જુમા જુસબભાઇ મુંડરાઇ (રે. બેડી)ને 13 શંકાસ્પદ સર્ટીફિકેટ સાથે દબોચી લીધો હતો.જેની ખરાઇ માટે પ્રક્રિયા હાથ ધરતા તેના વેરીફિકેશનમાં તમામ સર્ટીફિકેટ બનાવટી હોવાનુ ખુલ્યુ હતુ. આથી ખંભાળિયા પોલીસ મથકમાં જુમા જુસબ મંડુરાઇ ઉપરાંત બેડીના અબ્દુલ આદમભાઇ મુંડરાઇ, અસગર કાસમભાઇ ચગડા, અસરફ અબ્બાસભાઇ સુરાણી અને બિહારના પટનાના અમિત સામે ગુનો નોંધ્યો હતો.

જુદી-જુદી​​​​​​​ ઇન્સ્ટીટયુટના નામે સર્ટીફિકેટ બનાવ્યા
​​​​​​​
જેમાં સુત્રધાર સિવાયના આરોપી પોલીસ સકંજામાં સપડાયા હતા. આરોપીઓ અલગ અલગ ઇન્સ્ટીટયુટના નામે બનાવટી સર્ટીફિકેટ બનાવ્યા હોવાનુ ખુલ્યુ હતુ જેમાં દ્વારકા ઉપરાંત જામનગર, પોરબંદર, જાફરાબાદ અને સુરત સહિતના 28 લોકોએ બનાવટી સર્ટીફિકેટ બનાવી લીધા હોવાનુ ખુલ્યુ હતુ. આ પ્રકરણમાં મુખ્ય આરોપી અમિતકુમાર (રે. પટના) મારફતે તમામ બોગસ સર્ટીફિકેટ બનાવવામાં આવ્યુ હોવાનુ સામે આવ્યુ છે.પોલીસે આ પ્રકરણમાં તપાસ હાથ ધરી છે. જેના માટે રાજયના દરીયાઇ સુરક્ષાની કચેરીની પણ મદદ લેવામાં આવી રહી છે.

કયાંના લોકોએ મેળવ્યા બોગસ સર્ટિફિકેટ ?
પોલીસ તપાસમાં 28 લોકોએ બનાવટી સર્ટીફિકેટ બનાવ્યાનુ ખુલ્યુ છે જેમાં દ્વારકા જિલ્લાના ઓખાના 2, સલાયાના 1, પોરબંદરના 6, જામનગરના 13, જાફરાબાદના 4, સુરતના 2 લોકોનો સમાવેશ થતો હોવાનુ પોલીસે જણાવ્યુ છે.

રૂ.22,500થી 80 હજાર સુધીના નાણાં વસૂલ્યા
અમિતે પ્રતિ સર્ટીફિકેટ દિઠ રૂ.22,500થી રૂ. 80 હજાર સુધીના નાણાની બેંક મારફતે ચુકવણી કરાયાનુ સામે આવ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...