તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અલ્ટીમેટમ:2690 આસામી મનપાની નોટિસને ઘોળીને પી ગયા, 7 દિવસમાં ભૂતિયા નળજોડાણ નિયમિત નહીં કરાવે તો કાપી નાખવામાં આવશે

જામનગર7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કુલ 67,000 મિલકતના સર્વેમાં 21,490 નળજોડાણ ગેરકાયદે નીકળ્યા છે : 31 માર્ચ આખરી મુદ્દત

જામનગરમાં મહાનગરપાલિકા દ્વારા ચાલી રહેલા ભૂતિયા નળજોડાણના સર્વેમાં અત્યાર સુધીમાં કુલ 67000 મિલકતના સર્વેમાં 21490 નળજોડાણ ગેરકાયદે નીકળતા તમામને નોટીસ ફટકારવામાં આવી છે. જે પૈકી 2690 આસામી નોટીસને ધોળીને પી ગયા છે. કારણ કે, આ આસામીઓએ હજુ સુધી નળજોડાણ નિયમિત કરાવ્યા નથી. આથી મનપાને 7 દિવસનું આખરી અલ્ટીમેટમ આપ્યું છે. જો આ સયમમર્યાદામાં આસામીઓએ નળજોડાણ નિયમિત નહીં કરાવે તો નળ કનેકશન કાપી નાખવામાં આવશે તેમ મનપાની વોટર વર્કસ શાખાના કાર્યપાલક ઇજનેરે જણાવ્યું છે. અનઅધિકૃત નળજોડાણ નિયમિત કરાવવા રાજય સરકારના ઠરાવ મુજબ કારપેટ એરિયા રૂ.500 પેનલ્ટી, રૂ.1150 એક વર્ષનો પાણી ચાર્જ મળી કુલ રૂ.1650, સ્લમ વિસ્તારમાં રૂ.500 પેનલ્ટી, 1 વર્ષનો પાણી ચાર્જ રૂ.575 મળી કુલ રૂ.1075 ભરવાના રહેશે.

18800 નળજોડાણ નિયમિત થતાં મહાપાલિકાને રૂ.2.75 કરોડની આવક
રાજય સરકારની અનઅધિકૃત નળજોડાણ નિયમિત કરાવવાની યોજના અંતર્ગત મનપાની વોટર વર્કસ શાખાએ ગત તા.4/9/2020 થી શહેરના 16 વોર્ડમાં 16 ટીમ દ્વારા સર્વે હાથ ધર્યો હતો. જેમાં અત્યાર સુધીમા 21490 ભૂતિયા નળજોડાણ મળ્યા છે. જે પૈકી 18800 આસામીએ નળજોડાણ નિયમિત કરાવતા મહાનગરપાલિકાને રૂ.3.75 કરોડની આવક થઇ છે. જે પૈકી રૂ.99 લાખ રોકડા આવ્યા છે. જયારે બાકીની રકમ આસામીઓના વેરા બીલમાં ચડાવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...