જામનગર તાલુકાના મોરકંડા ગામ પાસેથી પંચ બી ડિવિઝન પોલીસે બાતમીના આધારે ઈંગ્લીશ દારૂની 266 નંગ બોટલ સહિત રૂ.8.33 લાખનો મુદામાલ કબ્જે કરી કારચાલક નાશી જતા શોધખોળ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ જામનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ દ્વારા જામનગર જિલ્લામાં દારૂ જુગારના કેસો શોધી કાઢી દારૂબંદી પર કડક કામગીરી કરવા સૂચના આપવામાં આવેલ હોય જેના અનુસંધાને ગ્રામ્ય ડીવાયએસપી ડી.પી. વાઘેલા તથા સર્કલ પીઆઈ એમ.આર. રાઠવાના માર્ગદર્શન હેઠળ પંચ બી ડિવિઝનના પીએસઆઈ એમ.એ. મોરીની સૂચનાથી ઇન્ચાર્જ પીએસઆઈ એ.વી. સરવૈયા તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન સ્ટાફના ક્રિપાલસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા અને સુમિતભાઈ શિયારને બાતમી મળી હતી કે, મોરકંડા ગામ પાસે એક કારમાં દારૂની હેરાફેરી થઇ રહીછેજે અન્વયે દરોડો કરો મોરકંડા પાસેથી જીજે 01 આરપી 4447 નંબરની વર્ના કારમાંથી તલાશી લેતા ઈંગ્લીશ દારૂની રૂ. 1.33 લાખ ની 266 નંગ બોટલ મળી આવતા રૂ.7 લાખ ની કિંમતની કાર સહિત કુલ મળી રૂ. 8.33 લાખ નો મુદામાલ કબ્જે કરી દરોડા દરમિયાન કારચાલક નાશી જતા તેની સામે પ્રોહી એક્ટ હેઠળ ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.