જામનગર શહેરાન ભાગોળે આવેલી ગોવર્ધન ગ્રીન્સ સોસાયટી, (રજુવાડું હોટેલ સામે) માંથી એક યુવાન પોતાના ઘરેથી કયાંક ચાલ્યો જતાં પોલીસને જાણ કરવામા આવી છે. જામનગર તાલુકાના ગોરધનપર નજીક આવેલી ગોવર્ધન ગ્રીન્સ સોસાયટીની શેરી નં.2માં રહેતા પ્રફુલભાઈ કેશુભાઈ ચાવડા(કુંભાર) નો પુત્ર ઉત્તમ (ઉ.26) ગત તા.2-3ના રોજ બપોરના અરસામાં પોતાના ઘરેથી કોઈને જાણ કર્યા વગર કયાંક ચાલ્યા જતાં સૌ પ્રથમ સગા સંબંધીઓ, મિત્ર વર્તુળમાં તપાસ કરતાં તેની કોઈ ભાળ ન મળતા સિકકા પોલીસ મથકમાં જાણ કરતાં પોલીસે ગુમ નોંધ નોંધી તપાસ હાથ ધરી છે.
આ યુવાને ઘરેથી નિકળતી વેળાએ સફેદ કલરનો શર્ટ અને પિસ્તા કલરનું પેન્ટ પહેરેલ હતું. સાડા પાંચ ફૂટ ઉંચાઈ અને મધ્યમ બાંધાના ઘઉવર્ણા યુવકની કોઈ ભાળ મળે તો સિકકા પોલીસ મથકના ફોન નં.0288-2344249 અથવા મો. નં. 9099101947 પર સંપર્ક કરવા જણાવાયું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.