તૈયારીઓનો આખરી ઓપ:જામનગરમાં ગ્રામ પંચાયતની ચૂંટણી માટે તંત્રની તૈયારીઓ પૂર્ણ, 2.6 લાખ મતદારો 272 મતદાર મથકો પર મતદાન કરશે

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જામનગર જિલ્લાની 119 ગ્રામ પંચાયત અને દેવભૂમિ દ્વારકાની 128 ગ્રામ પંચાયતો માટે કાલે મતદાન
  • ચૂંટણી પ્રક્રિયા પાર પાડવા માટે 52 ચૂંટણી અધિકારી, 1992 કર્મચારીઓ અને 552 જેટલા સુરક્ષા કર્મચારીઓ તૈનાત

જામનગર જિલ્લાની અને દેવભૂમિ દ્વારકાની ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈ તંત્ર દ્વારા તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. જામનગર જિલ્લાની 119 ગ્રામ પંચાયતોમાં અને દેવભૂમિ દ્વારકાની 128 ગ્રામ પંચાયતની ચૂંટણી માટે કાલે રવિવારે મતદાન થશે. સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પાર પાડવા માટે 52 ચૂંટણી અધિકારી, 1992 કર્મચારીઓ અને 552 જેટલા સુરક્ષા કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે.

જામનગરમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ પદ માટે 116 અને સભ્ય માટે 697 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. તેમજ 4 લાખ 6 હજાર મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. 43 ગામ પંચાયતો સમરસ થતાં હવે 119 ગામ પંચાયતોમાં ચૂંટણી યોજાશે. જેમાં જામનગર તાલુકાના 26, જામજોધપુરના 29 ગામમાં ચૂંટણી યોજાશે. કાલાવડમાં 20, ધ્રોળમાં 11 અને લાલપુરમાં 23, જોડિયામાં 10 ગામમાં ચૂંટણી યોજાશે.

જામનગર જિલ્લામાં સરપંચ પદના કુલ 116 અને સભ્યપદના 684 ઉમેદવારો મેદાનમાં છે. જે માટે જિલ્લાના 2.6 લાખ મતદારો 272 મતદાર મથકો પર મતદાન કરશે. 355 મતપેટીઓ મતદાન મથકોમાં ગોઠવાશે. જયાં બેલેટ પેપર દ્વારા વોટીંગ કરવામાં આવશે.

જામનગર જિલ્લામાં કુલ 43 ગ્રામ પંચાયતો સમરસ થતાં 118 ગ્રામ પંચાયતોમાં સામાન્ય અને એક માત્ર ખીમરાણા ગામે મધ્યસત્ર ચૂંટણી યોજાશે. 105 ગામોમાંથી હવે માત્ર 10 ગામોમાં પેટા ચૂંટણી યોજાઇ છે. અમુક ગામોમાં સમજુતીથી ઉમેદવારી પાછી ખેંચાઇ છે. તો અમુક ગામોમાં જે તે અનામતની બેઠક માટે જે તે જાતિના લોકો જ ન રહેતા હોવાથી તે બેઠકો ચૂંટણી વિહોણી રહેશે. ગ્રામ પંચાયતની ચૂંટણીમાં તાલુકાવાર નોંધાયેલા મતદારોની વાત કરીએ તો જામનગર ગ્રામ્યમાં 43,659, કાલાવડમાં 31,701, લાલપુરમાં 41,829, જામજોધપુરમાં 44,642, ધ્રોલમાં 18,279, જોડિયામાં 26,364 મળીને કુલ 2,06, 474 મતદારો નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે...