• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • 26 Forms Filled For 6 Office Bearers, 7 Executive Members, Two Candidates For President, Two For Vice President, Three For Minister, Three For Co minister.

વકીલ મંડળ ચૂંટણી:6 હોદેદારો, 7 કારોબારી સભ્ય માટે 26 ફોર્મ ભરાયા, ​​​​​​​પ્રમુખ, ઉપપ્રમુખમાં બે, મંત્રી, સહમંત્રીમાં ત્રણ-ત્રણ ઉમેદવાર

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મંગળવારે ફોર્મ પરત ખેંચ્યા બાદ આખરી યાદી પ્રસિધ્ધ થશે

જામનગર વકીલ મંડળની ચૂંટણીમાં 6 હોદેદારો, 7 કારોબારી સભ્ય માટે 26 ફોર્મ ભરાયા છે. પ્રમુખ, ઉપપ્રમુખમાં 2, મંત્રી, સહમંત્રી પદ માટે 3-3 ઉમેદવાર છે. મંગળવારે ફોર્મ પરત ખેંચ્યા બાદ ઉમેદવારોની આખરી યાદી પ્રસિધ્ધ થશે. જામનગર બાર એસો.ના આગામી વર્ષના સુત્રધારોની વરણી માટે શુક્રવારે મતદાન યોજાશે. જેમાં મંડળના 1100 સભ્ય-મતદારો મતદાન કરશે. ચૂંટણી પ્રક્રિયા અંતર્ગત તા.19 સુધી ઉમેદવારી પત્ર ઉપાડવાનું ચાલુ રહ્યું હતું.

સોમવાર સુધીમાં પ્રમુખ પદ માટે 2, ઉપપ્રમુખ પદ માટે 2, મંત્રી માટે 3, સહમંત્રી માટે 3, લાયબ્રેરી મંત્રી માટે 2, ખજાનચી માટે 2 અને કારોબારીની સાત બેઠક માટે 12 ફોર્મ ભરાયા છે. મંગળવારે ફોર્મ પરત ખેંચી શકાશે. ત્યારબાદ ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થતાં ઉમેદવારોની આખરી યાદી પ્રસિધ્ધ કરાશે.

પ્રમુખપદ માટે બાર એસો.ના વર્તમાન પ્રમુખ ભરતભાઈ સુવા તથા નાથાભાઈ ગોહિલ ઉમેદવારી પત્ર ભરી ચૂકયા છે. અગાઉ બાર એસો.ના સદસ્યોની સંખ્યા 800થી ઓછી હતી. કોરોનાકાળ દરમ્યાન સદસ્યોની ભરવાની ફી માફ કરાતા અને વન બાર-વન વોટનો નિયમ અમલમાં આવતા આ વર્ષે 1100 સદસ્યો મતદાન કરશે.

અન્ય સમાચારો પણ છે...