જામનગરમાં ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે નવેમ્બર-ડિસેમ્બર એટલે કે બે મહિનામાં હાર્ટ એટેકના 26 કેસ ઘટયા છે. સામાન્ય રીતે શિયાળા દરમિયાન હાર્ટ અટેકમાં વધારો થતો હોય છે, કારણ કે શિયાળા દરમિયાન શરીરમાં પ્લેટલેટ ભેગા થઈને થ્રમબસ (ગાંઠ) બનવાની પ્રક્રિયામાં વધારો થતો હોય છે.
ઉપરાંત વધુ પડતી ચિંતા, ઓબેસિટી સહિતના કારણોને કારણે હાર્ટ એટેક આવાની સંભાવના ખૂબ વધી જાય છે.કોરોના કાળ પછી પણ હાર્ટ એટેકની સંખ્યામાં વધારો થયો હતો. જામનગરમાં ગત વર્ષની સરખામણી ચાલુ વર્ષે હાર્ટ એટેક કેસમાં ઘટાડો નોંધાયો છે. વર્ષ 2020-21 માં જી.જી.હોસ્પિટલમાં નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં 174 હાર્ટ અટેકના કેસ નોંધાયા હતાં. જ્યારે ચાલુ વર્ષે નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં 148 કેસ નોંધાયા છે.
હાર્ટ અટેકથી બચવા આટલું જરૂરી
-વધુ પડતો કેલરીવાળો પદાર્થ ન આરોગવો
- પૂરતા પ્રમાણમાં ઊંઘ કરવી
-નિયમિત કસરત કરવી
-ફાસ્ટ ફૂડ અને પ્રોસેસફૂડથી દૂર રહેવુ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.