આયોજન કરવા સૂચન:જામનગર શહેરમાં 25મીના જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

જામનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા કક્ષાના પ્રશ્નો/ફરિયાદો 10 ઓગસ્ટ સુધીમાં રજૂ કરી શકાશે

મુખ્યમંત્રી, ગુજરાત રાજ્ય સરકાર તરફથી જિલ્લા કક્ષાના પ્રશ્નો/ફરિયાદ માટે લોકોએ ઉચ્ચ કક્ષાએ ગાંધીનગર સુધી ન જવું પડે તે માટે જિલ્લા કક્ષાએ જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ દિવસનું આયોજન કરવા સૂચન કર્યું છે. જે અંતર્ગત જામનગર જિલ્લામાં ચાલુ માસના ચોથા ગુરૂવાર એટલે કે તા. 25 ઓગસ્ટના રોજ જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જે માટે જિલ્લા કક્ષાના પ્રશ્નો- ફરિયાદો તા. 10 ઓગસ્ટ સુધીમાં રજૂ કરવાના રહેશે. ત્યારબાદ રજૂ કરાયેલ પ્રશ્નો કે ફરિયાદોનો આ કાર્યક્રમમાં સમાવેશ કરવામાં આવશે નહી.

કાર્યક્રમમાં પ્રશ્ન રજૂ કરવા માટે અરજદારે લાંબા સમયથી આખરી નિકાલ આવતો ન હોય તેવા પડતર પ્રશ્નો જ મોકલવા, અગાઉ રજૂ કરેલ પ્રશ્ન બીજી વખત રજૂ કરવામાં આવે તો પ્રશ્નનો ક્રમાંક, માસનું નામ લખી 2 નકલ સાથે રજૂ કરવો તેમજ પ્રશ્ન કે અરજીમાં પ્રશ્ન કે અરજી કરનારનું નામ, પૂરૂં સરનામું, ફોન નંબર, પ્રશ્ન કે અરજીમાં અરજદારની સહી હોવા જોઈએ, સરકારી કર્મચારીઓના નોકરીને લગતા પ્રશ્નો અને કોર્ટમાં ચાલતા પ્રશ્નો રજૂ કરી શકાશે નહી.

તારીખ વીત્યાની-અસંદિગ્ધ અને અસ્પષ્ટ રજૂઆતવાળી, એક કરતાં વધુ કચેરી/વિભાગના પ્રશ્નો હોય તેવી, સુવાચ્ય ન હોય તેવી, નામ સરનામા વગરની કે વ્યક્તિગત આક્ષેપોવાળી તેમજ અરજદારનું હિત સંકળાયેલ ન હોય તેવી, કોર્ટ મેટર, આંતરીક તકરાર, સેવાને લાગતી અરજી પર કોઈ કાર્યવાહી થઇ શકશે નહી. તમામ બાબતો અરજદારોએ નોંધ લેવા સ્વાગત શાખા, નિવાસી અધિક કલેકટર, કલેકટર કચેરી દ્વારા અનુરોધ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...