તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આશ્ચર્ય:25,477 વિદ્યાર્થી ગણવેશ સહાય, શિષ્યવૃતિથી વંચિત, સ્થાનિક જુદી-જુદી કચેરી દ્વારા મંજૂરીની મહોર પણ રાજય સરકારમાંથી ગ્રાન્ટ ન આવતા રૂ.3.71 કરોડનું ચૂકવણું બાકી

જામનગર4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કોરોના મહામારીમાં વાલીઓને આર્થિક સંકડામણ વચ્ચે 3 મહિનાથી વિદ્યાર્થીઓને સહાય ન મળતાં બેવડાતી મુશ્કેલી

જામનગર શહેર-જિલ્લામાં સરકારી શાળામાં ધો.1 થી 8 માં અભ્યાસ કરતા 25477 વિધાર્થી સ્કોલરશીપ, ગણવેશ સહાયથી વંચિત હોય આશ્ચર્ય સર્જાયું છે. સ્થાનિક જુદી-જુદી કચેરી દ્વારા ઓનલાઇન સ્કોલરશીપ અને ગણવેશ સહાય મંજૂર કરવામાં આવી છે પણ રાજય સરકારમાંથી ગ્રાન્ટ ન આવતા રૂ.3.71 કરોડનું ચૂકવણું બાકી છે. કોરોના મહામારીમાં ધંધા-રોજગારને ફટકાથી વાલીઓને આર્થિક સંકડામણ વચ્ચે ત્રણ મહિનાથી છાત્રોને સહાય ન મળતાં મુશ્કેલી બેવડાઇ છે.

જામનગર શહેર-જિલ્લામાં સરકારી શાળામાં અભ્યાસ કરતા બક્ષીપંચ અને અનુસૂચિત જાતિના વિધાર્થીઓને રૂ.600 ગણવેશ સહાય અને રૂ.500 શિષ્યવૃતિ સરકાર દ્વારા આપવામાં આવે છે. આ માટે ડીજીટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઇન દરખાસ્ત શાળાએ કરવાની હોય છે. ચાલુ વર્ષે 15 ઓગષ્ટ સુધીમાં મોટાભાગની શાળાએ ગણવેશ સહાય અને શિષ્યવૃતિ માટે વિધાર્થીઓની ઓનલાઇન દરખાસ્ત કરી છે. જેને ત્રણ મહિનાનો સમય થવા છતાં શહેર-જિલ્લામાં 74609 માંથી 53608 વિધાર્થીને સ્કોલરશીપ, યુનિફોર્મ સહાય ચૂકવામાં આવી છે.

જયારે 21000 બાળકોને હજુ રૂ.2.31 કરોડનું ચૂકવણું કરવામાં આવ્યું નથી. આજ રીતે શહેરમાં અનુસૂચિત જાતિના 11234 માંથી 10216 વિધાર્થીને શિષ્યવૃતિ અને યુનિફોર્મ સહાય ચૂકવાઇ છે. પરંતુ હજુ 1018 બાળકોને રૂ.3036000 ની સહાય ચૂકવાઇ નથી. જયારે જિલ્લામાં કુલ 9369 અનુસૂચિત જાતિના બાળકોમાંથી 5910 ને જુદી જુદી સહાય અને શિષ્યવૃતિનું ચૂકવણું કરાયું છે. પરંતુ હજુ 3459 છાત્રો શિષ્યવૃતિ અને સહાયથી વંચિત છે. સ્થાનિક કક્ષાએ નાયબ નિયામક વિકસતિ જાતિ અને અનુસૂચિત જાતિ તથા જિલ્લા પંચાયતની સમાજ કલ્યાણ શાખા દ્વારા વિધાર્થીઓની ઓનલાઇન દરખાસ્તો મંજૂર કરાઇ છે. પરંતુ રાજય સરકારમાંથી ગ્રાન્ટ ન આવતા વિધાર્થીઓ સહાય, શિષ્યવૃતિથી હજુ વંચિત છે.

આ મહિનાના અંત સુધીમાં ચૂકવણું થઇ જશે
શાળાઓ દ્વારા બક્ષીપંચના વિધાર્થીઓની શિષ્યવૃતિ અને યુનિફોર્મ સહાયની તમામ દરખાસ્ત કચેરી દ્વારા મંજૂર કરાઇ છે. અત્યારસુધીમાં 74609 પૈકી 53608 વિધાર્થીના ખાતામાં રકમ જમા થઇ ગઇ છે. ગ્રાન્ટ આવતા આ મહિનાના અંત સુધીમાં બાકી 21000 વિધાર્થીઓના ખાતામાં શિષ્યવૃતિ અને યુનિફોર્મ સહાયની રકમ જમા થઇ જશે. - એ.પી.ખમડ, નાયબ નિયામક વિકસતી જાતિ કચેરી, જામનગર

જામનગર :69734 છાત્રોને રૂ. 12,14,34,175 ચૂકવાયા
જામનગર શહેર-જિલ્લામાં સરકારી શાળામાં અભ્યાસ કરતા બક્ષીપંચ અને અનુસૂચિત જાતિના કુલ 69734 વિધાર્થીઓને ચાલુ વર્ષે ગણવેશ તથા અન્ય સહાય તેમજ સ્કોરલશીપના રૂ.121434175 ચૂકવાયા છે. આ રકમ લાભાર્થી છાત્રોના બેંક ખાતામાં જમા કરાવવામાં આવી છે.

અનુ.જાતિના છાત્રોની 3000 શિષ્યવૃતિના રૂ.1 કરોડ બાકી
જામનગર જિલ્લામાં સરકારી શાળામાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના વિધાર્થી કે જેમના વાલી અસ્વચ્છ વ્યવસાય કરતા હોય તેઓને ભારત સરકાર તરફથી રૂ.3000 શિષ્યવૃતિ આપવામાં આવે છે. જિલ્લા પંચાયત સમાજ કલ્યાણ શાખા દ્વારા તમામ વિધાર્થીની ઓનલાઇન દરખાસ્ત મંજૂર કરાઇ છે. પરંતુ ભારત સરકાર તરફથી ગ્રાન્ટ ન આવતા રૂ.1 કરોડ ચૂકવાના બાકી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો