CCTVમાં કેદ ચોરી:જામનગરના મોટી હવેલી વિસ્તારમાં શૃંગારના માલસામાનની દુકાનમાંથી 25 હજાર રોકડની ચોરી, પોલીસ તપાસ શરૂ

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે CCTVના આધારે તપાસ હાથ ધરી

જામનગરના મોટી હવેલી વિસ્તારમાં આવેલી શૃંગારના માલસામાનની દુકાનમાંથી રોકડ રકમની ચોરી થતા પોલીસે CCTVના આધારે તપાસ શરૂ કરી છે. સીસીટીવી કેમેરામાં ગઠિયો કેદ થતા પોલીસે ઓળખ મેળવવા પ્રયાસો શરૂ કર્યા છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં મોટી હવેલી નજીક આવેલી શ્રી વિઠ્ઠલેશ શ્રીંગાર સદન નામની પૂજાપાના માલસામાનની દુકાન માં આજે સવારે ગ્રાહકના સ્વાંગમાં એક ગઠિયો આવ્યો હતો, અને વેપારીની નજર ચૂકવી ગલ્લામાં રાખેલી રૂપિયા ૨૫ હજારની રોડ રકમ ઉઠાવી લઈ છૂમંતર થયો હતો.

સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. જે મામલો સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયા પછી સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે ગઠીયા ને પકડવા માટેની દોડધામ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...