તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સરકાર સફાળી જાગી:શહેર-જિલ્લા માટે કોરોના રસીના 24000 ડોઝ ફાળવાયા

જામનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
શહેરમાં વિકાસગૃહમાં ગુ.સા. મહેતા શાળામાં રસીકરણ કેન્દ્ર પર રસીના મર્યાદીત જથ્થાથી લોકોને હાલાકી પડી હતી. - Divya Bhaskar
શહેરમાં વિકાસગૃહમાં ગુ.સા. મહેતા શાળામાં રસીકરણ કેન્દ્ર પર રસીના મર્યાદીત જથ્થાથી લોકોને હાલાકી પડી હતી.
  • રસીની અછતની ધૂમ ફરિયાદોથી સરકાર સફાળી જાગી
  • શહેરમાં 18 થી અને જિલ્લામાં 45 થી વધુ વયના લોકોને અપાશે

જામનગરમાં કોરોના પ્રતિરોધક રસીની અછતની ધૂમ ફરિયાદોના પગલે સફાળી જાગેલી રાજય સરકારે શહેર-જિલ્લા માટે કોરોના રસીના 24000 ડોઝ ફાળવ્યા છે. શહેરમાં 18 થી વધુ અને જિલ્લામાં 45 થી વધુ વયના લોકોને રસી આપવામાં આવશે.જામનગરમાં કોરોનાના કેસનો રાફડો ફાટતા ખાનગી અને સરકારી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઇ રહી છે. કોરોનાના કહેરના કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. જેના કારણે લોકોમાં કોરોના પ્રતિરોધક રસી લેવા માટે જાગૃતિ વધી છે.

પરંતુ શહેર-જિલ્લામાં મોટાભાગના આરોગ્ય કેન્દ્રો પર વેકસીનનો જથ્થો ન હોય લોકોને ધરમના ધકકા થઇ રહ્યા છે. ખાસ કરીને 18 થી 44 વર્ષની વયના લોકો જેઓને પ્રથમ ડોઝ અને 45 તથા 60 વર્ષથી વધુ વયના લોકો કે જેઓને બીજા ડોઝ લેવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. બીજી બાજુ રસીકરણ કેન્દ્ર પર મર્યાદિત સંખ્યામાં રસીનો જથ્થો આવતા રજીસ્ટ્રેશન બાદ પણ લોકોને વેકસીન ન મળતી હોવાની ફરિયાદો ઉઠી છે.

જેના પગલે સફાળી જાગેલી રાજય સરકારે જામનગર શહેર માટે 12000 અને જિલ્લા માટે 12000 રસીના ડોઝની ફાળવણી કરી છે. આ જથ્થામાંથી શહેરમાં 18 થી વધુ અને જિલ્લામાં 45 થી વધુ વયના લોકોને રસી આપવામાં આવશે.જોકે, શહેર-જિલ્લામાં કોરોના પ્રતિરોધક રસીના રજીસ્ટેશન સામે રસીનો મર્યાદિત જથ્થો આવતા નોંધણી થયા બાદ પણ રસી ન મળતી હોવાની ફરિયાદો ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...