પોલીસના દરોડા:11 મહિલા સહિત 24 શખસો પાના ટીંચતા આબાદ ઝડપાયા

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • જામનગર શહેર સહિત તાલુકામાં જુગારની જમાવટ યથાવત
  • જામનગર, ​​​​​​​ચાંદીગઢ, જામજોધપુર સહિત પોલીસના દરોડા

જામનગર શહેરના રામેશ્વર નગર અને પટેલ કોલોની સહિત લાલપુર અને જામજોધપુરમાં પોલીસે જુગારના ચાર દરોડામાં 11 મહિલાઓ સહિત 24 શખસોને રૂા. 78 હજાર ઉપરાંતની રોકડ સાથે પકડી પાડી ગુનો દાખલ કર્યો છે. જામજોધપુરમાં 2 શખસો નાશી છુટવામાં સફળ રહ્યા હતાં.

જામનગર શહેરના રામેશ્વર નગર વિનાયક પાર્ક શેરી નં. 8માં ચાલતા તીનપતીના જુગાર પર પોલીસે દરોડો પાડી કાેમલબેન વિનોદભાઇ પારવાણી, કિરણબા નટુભા રાયજાદા, પુજાબા વિજયસિંહ જાડેજા, મધુભા વિક્રમસિંહ જાડેજા, ખમાબા યુવરાજસિંહ પરમાર, ગીતાબેન હરેશભાઇ પારવાણી, રીટાબેન નટવરગીરી ગોસ્વામી સહિતની મહિલાઓને તીનપતીનાે જુગાર રમતા રૂા. 7960 સાથે પકડી પાડી ગુનાે દાખલ કરવામાં આવ્યો છે.

બીજા દરોડામાં પટેલ કોલોની શેરી નં. 6/4 અન્નપૂર્ણા ફુડ ઝોન પાછળની શેરીમાં જાહેરમાં જુગાર રમી રહેલા વિણાબા બળદેવસિંહ જાડેજા, ચતુરાબેન વજુભાઇ આહિર, ગીતાબેન કપિલભાઇ સોનેયા, હુશેન મામદભાઇ ખફી, આમદ તૈયબભાઇ ચના અને સંજય નાનજીભાઇ ગોહિલને પોલીસે રોકડ રૂા. 40,250 સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

ત્રીજા દરોડામાં લાલપુર તાલુકાના ચાંદીગઢ ગામની કુકડા કેન્દ્રની ધારમાં પવનચકકીની નીચે રોનપોલીસનો જુગાર રમતા પ્રવિણ કાનજી ભટાસણા, નટવર મુળજી વાધાણી અને અશોક મુળજી ભાલોડીયાને પોલીસે રોકડ રૂા. 6890 તથા ગંજીપતા સાથે પકડી પાડી ગુનો દાખલ કર્યો છે.

ચોથા દરોડામાં જામજોધપુરના રબારીકા ગામમાં ચોકમાં આવેલી શેરીમાં ગોળ કુડાળુ કરી તીનપતીનેા જુગાર રમતા ખીમા રામાભાઇ કરમુર, દિનેશ નગાભાઇ પોપાણીયા, મનસુખ વજશીભાઇ કરમુર, કિશોર કાળાભાઇ કરંગીયાને પોલીસે રોકડ રૂા. 12930 સાથે પકડી પાડયા હતાં, જયારે દરોડા દરમિયાન માલદે પરબત કરમુર અને પંકજ દેવશી ચાવડા નાશી છૂટવામાં સફળ રહ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...