ધર્મોત્સવ:ધ્રોલમાં ગાયત્રી પરિવાર દ્વારા 24 કુંડી ગાયત્રી મહાયજ્ઞ યોજાયો

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કળશધારી કુમારીકાઓ, પોથીધારી બહેનો અને ધર્મધ્વજા સાથે શોભાયાત્રા, યજ્ઞ-સંસ્કાર સહિતનાં કાર્યક્રમો યોજાયા

શાંતિકુંજ સ્થાપનાની સુવર્ણ જયંતિની ઉજવણી અને દેવપરિવાર વિસ્તાર અંતર્ગત, શાંતિકુંજ હરિદ્વાર પ્રેરિત, જામનગર ગાયત્રી શક્તિપીઠ અને ધ્રોલ ગાયત્રી પરિવાર દ્વારા આયોજીત, ત્રિદિવસીય કાર્યક્રમની શરૂઆત સોમવારના તા. 11ના સવારે 9 વાગ્યે ગાયત્રી પ્રજ્ઞાપીઠના ધ્વજારોહણ બાદ કળશયાત્રાથી થઈ શાંતિકુંજથી પધારેલ ટોલીનાયક યોગેશજીના વડપણ હેઠળ કળશધારી કુમારીકાઓ, પોથીધારી બહેનો અને ધર્મધજા સાથે ધર્મપ્રેમી જનતા તથા ગાયત્રી પરિજનો સહિત ગાયત્રી પ્રજ્ઞાપીઠથી પ્રસ્થાન થઈ શહેરના મુખ્ય માર્ગો પર થઈને કાર્યક્રમ સ્થળ પટેલ સમાજવાડીમાં પુર્ણ થઇ હતી.

જયાં કળશયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું અને ટોલીનાયક યોગેશ પટેલજી દ્વારા સંબોધન કરવામાં આવ્યું. બપોર બાદ 3 વાગ્યે ગર્ભોત્સવ સેમિનારમાં જામનગર ઉપઝોન ગર્લોત્સવ વિભાગના સંયોજક ચંદ્રાબા રાઠોડ, દર્શનાબેન પંડયા દ્વારા આવો ઘડીએ સંસ્કારવાન પેઢી-કાર્યક્રમ અંતર્ગત, ઉત્તમ બાળકની પ્રાપ્તિ અંગે પ્રવચન અને પ્રોજેકટરના માધ્યમથી માર્ગદર્શન આપવામાં આવ્યું. ગર્ભોત્સવ સેમિનારનું માર્ગદર્શન જી. એમ. પટેલ કન્યા વિદ્યાલયની કોલેજની 250 વિદ્યાર્થીનીઓને આપવાનો કાર્યક્રમ પણ સંસ્થામાં યોજવામાં આવ્યો.

તા.12ના સવારે 9 થી 11 સુધી ૨૪ કુંડી ગાયત્રી મહાયજ્ઞ અને વિવિધ સંસ્કારો સંપન્ન થયા. જેમાં 24 યજમાન દંપતીઓએ અને ધર્મપ્રેમી જનતાએ ભાગ લીધો. બપોર બાદ ટોલીનાયક યોગેશજી દ્વારા સંગઠન વિશે સમજૂતી સાથે ચર્ચા કરાઇ હતી. તા.13ના સવારે 9 થી 11, 24 કુંડી ગાયત્રી મહાયજ્ઞ તથા વિવિધ સંસ્કારો સંપન્ન થયા. આ કાર્યક્રમો શાંતિકુંજની ટોલીના યોગેશ, ભરતભાઈ ત્રિવેદી, ગણેશ પવારજી, અભય શ્રીવાસ્તવ અને મિશ્રાજી દ્વારા કરવામાં આવ્યા.

26 ગુરૂગ્રંથ સાહિત્યની ટોલીનાયક દ્વારા પુજનવિધી કરાવી સ્થાપના કરવામાં આવી અને ધ્રોલ ગાયત્રી પરિવાર દ્વારા 108 ગુરૂગ્રંથ સાહિત્યની સ્થાપના કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો. રાજપૂત સમાજના પ્રમુખ પ્રધ્યુમનસિંહ જાડેજા અને પટેલ સમાજના ટ્રસ્ટી મગનભાઈ સંતોકી તથા સહયોગીઓના સન્માન કરવામાં આવ્યા. કાર્યક્રમને સફળ બનાવવા ધ્રોલ ગાયત્રી પરિવારના પંકજભાઈ જોષી, નિલેશભાઈ ઓઝા, રાજુભાઈ જોષી, િનુભાઈ ભુવાએ જહેમત ઉઠાવી અને જામનગર ગાયત્રી પરિવારના ભાઈઓ-બહેનો સહયોગી રહ્યા.

જામનગર ઉપઝોનના સહસંયોજક દામજીભાઈ મારકણા તથા રાજકોટ ગાયત્રી પરિવારના કાંતિભાઈ પાંભર તેમની ટીમ સાથે ઉપસ્થિત રહ્યા અને ગુરૂદેવનું જીવનચરિત્ર તથા આલ્બમનું વિતરણ કર્યું તથા જિલ્લા સંયોજક પ્રિતિબેન સોલંકીની ઉપસ્થિતિમાં વ્યવસ્થા જયુભા જાડેજાએ સંભાળી હતી. કાર્યક્રમનુ સંચાલન જામનગર ઉપઝોનના સંયોજક સી. પી. વસોયાએ કર્યું.

અન્ય સમાચારો પણ છે...